વડોદરા: સીએનજી ભરાવતાં સમયે બ્લાસ્ટ, લોકો જીવ બચાવવા ભાગ્યા

વીડિયો કૅપ્શન, વડોદરા: સીએનજી ભરાવતાં સમયે પ્રચંડ બ્લાસ્ટ, લોકો જીવ બચાવવા ભાગ્યા
વડોદરા: સીએનજી ભરાવતાં સમયે બ્લાસ્ટ, લોકો જીવ બચાવવા ભાગ્યા
પ્રકાશિત

વડોદરાના કરજણમાં નૅશનલ હાઈવે-48 પર સીએનજી પંપ પર કારમાં વિસ્ફોટ થતાં અફરાતફરી મચી હતી.

ગૅસ લીકેજને કારણે થયેલા બ્લાસ્ટમાં કારનો પાછળનો ભાગ અને CNG ટૅન્કને ભારે નુકસાન થયું હતું. ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી.

વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના ટૅક્નૉલૉજી ફેકલ્ટીના પ્રોફેસર ડૉ. નિકુલ પટેલે આ ઘટના પાછળનાં સંભવિત કારણો અંગે વાત કરી હતી.

તેમણે કહ્યું કે, "આવી ઘટનાઓ માટે સિલિન્ડરની જાડાઈ મૂળભૂતપણે જવાબદાર છે. આવી ઘટનાઓ ટાળવા માટે આઇએસઆઇ સ્ટાન્ડર્ડવાળી સીએનજી કિટ જ વાહનમાં ફિટ કરાવવી જોઈએ. પૈસા બચાવવાના ચક્કરમાં હલકી ગુણવત્તાની કિટ ફિટ ન કરાવવી જોઈએ. ભારત સરકારની ગાઇડલાઇન મુજબ બનેલી જ કિટ ફિટ કરાવવી જોઈએ."

તેઓ આગળ કહે છે કે, "આવા બ્લાસ્ટ ક્યારેય પ્રથમ વખત ગૅસ પુરાવવામાં થતા નથી. વારંવાર ગૅસ ભરાય અને કૅપેસિટી કરતા વધુ દબાણ સર્જાય તો બ્લાસ્ટ થાય. વાહનમાલિકે મેન્ટનન્સ પર પૂરતું ધ્યાન આપવું જોઈએ."

બીબીસી ગુજરાતી