ગુજરાતમાં આજે ક્યા વિસ્તારોમાં વરસાદ પડશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં આજે ક્યા વિસ્તારોમાં વરસાદ પડશે?
ગુજરાતમાં આજે ક્યા વિસ્તારોમાં વરસાદ પડશે?
પ્રકાશિત

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે ફરી હવામાન પલટાવાની અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન મોડેલ અનુસાર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટોછવાયો વરસાદ નોંધાઈ શકે છે. આવતીકાલથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે. આ ઉપરાંત 10 અને 11 તારીખની આસપાસ ઉત્તર ભારતમાં સક્રિય થનારા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ તેની સંભવિત અસરો વિશે વિગતવાર છણાવટ કરવામાં આવી છે.

બીબીસી ગુજરાતી વરસાદ ચોમાસું હવામાન વેધર અપડેટ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન