સ્વામિનારાયણ-ઍફિલ ટાવર વિવાદ બાદ કોણે રાજીનામું આપ્યું?

વીડિયો કૅપ્શન, સ્વામિનારાયણ-ઍફિલ ટાવર વિવાદ બાદ કોણે રાજીનામું આપ્યું?
સ્વામિનારાયણ-ઍફિલ ટાવર વિવાદ બાદ કોણે રાજીનામું આપ્યું?
પ્રકાશિત

ફ્રાન્સની રાજધાની પેરિસમાં આવેલા ઐતિહાસિક એફિલ ટાવરનું સંચાલન કરતી કંપની SETEના CEO પેટ્રિક બાંકરો રૂવો વર્ષના અંતે પદ પરથી રાજીનામું આપશે. સપ્ટેમ્બર મહિનામાં હિન્દુ સંસ્થા BAPSના આશરે સો સભ્યોના પ્રતિનિધિ મંડળની મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને કાર્યસ્થળ પરથી હટાવીને તેમના સ્થાને પુરુષ કર્મચારીઓ ગોઠવાયા હોવાનો વિવાદ થયો હતો. યુનિયનના જણાવ્યા મુજબ મહિલાઓને સ્થળ છોડવા કહેવાયું હતું, જેને પગલે વિરોધ અને તપાસ શરૂ થઈ હતી. આંતરિક તપાસમાં કાર્ય પ્રણાલીની ખામીઓ સામે આવ્યા બાદ મેનેજમેન્ટે માફી માંગી હતી.

બીબીસી ગુજરાતી સ્વામિનારાયણ સંપ્રદાય ફ્રાન્સ પેરિસ રાજીનામું

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન