બારડોલી : આખા પરિવારને કૅનાલમાં ફેંકી દીધો, ત્રણનાં મોત, આખો મામલો શું છે?
બારડોલી : આખા પરિવારને કૅનાલમાં ફેંકી દીધો, ત્રણનાં મોત, આખો મામલો શું છે?
પ્રકાશિત
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીક એક પરિવારના 6 સભ્યોને નહેરમાં ફેંકી દેવાનો મામલો સામે આવ્યો છે.
આ ઘટનામાં પાટીલ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે.
જ્યારે 13 વર્ષનો સગીર તરીને બહાર નીકળી જતાં બચી ગયો હતો. જ્યારે બે બાળકો બુધવાર સવાર સુધી મળ્યાં નહોતાં.
આ ઘટનામાં ભોગ બનેલા પરિવારની મહારાષ્ટ્રમાં રહેતી પરણિત પુત્રીની ફરિયાદના આધારે બારડોલી પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

ઇમેજ સ્રોત, rupesh sonawane/ajit gadhvi
બીબીસી માટે ક્લેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



