જૂનાગઢ : લીલી પરિક્રમા કરી રહેલાં મહિલાઓને સિંહ-દીપડાનો ડર નથી લાગતો?

વીડિયો કૅપ્શન, જૂનાગઢ : લીલી પરિક્રમા કરી રહેલાં મહિલાઓને સિંહ-દીપડાનો ડર નથી લાગતો?
જૂનાગઢ : લીલી પરિક્રમા કરી રહેલાં મહિલાઓને સિંહ-દીપડાનો ડર નથી લાગતો?
પ્રકાશિત

દર વર્ષે દેવઊઠી અગિયારસના દિવસથી શરૂ થતી ગિરનારની લીલી પરિક્રમા ગુજરાતના ધાર્મિક તહેવારોમાં એક મોટો તહેવાર ગણાય છે.

ચાર દિવસ ચાલતા આ તહેવાર દરમિયાન લોકો ભારતી આશ્રમથી તેમની પગપાળા યાત્રાની શરૂઆત કરે છે, ઈંટવા નાકાએથી ગિરનાર વન્ય જીવ અભ્યારણ્યમાં પ્રવેશ કરે છે અને જંગલની અંદર 36 કિલોમીટર ચાલીને ગિરનાર પર્વતે ફરતે એક ચક્ર પૂરું કરીને ગિરનાર પર્વતની સીડી નજીક આવેલ બોરદેવી નાકાએથી જંગલ બહાર નીકળી ફરી ભવનાથ તળેટીમાં પાછા ફરી પરિક્રમા પૂર્ણ કરે છે.

આ વખતે ગિરનારની પરિક્રમાનો વિધિવત્ રીતે પ્રારંભ થયા બાદ જૂનાગઢ શહેરમાં મજેવડી દરવાજાથી શરૂ કરીને ગિરનાર દરવાજા સુધી વાહનોનો ભારે ટ્રાફિક હતો.

જોકે પરિક્રમા દિવસેદિવસે બદલાઈ પણ રહી છે. યુવાનો પણ હવે પરિક્રમામાં ભાગ લઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગિરનાર તળેટીનો વિસ્તાર સિંહનો વસવાટ પણ છે. ત્યારે પરિક્રમામાં આવેલા લોકોનો અનુભવ કેવો રહ્યો એ જાણીએ આ વીડિયોમાં.

ગિરનાર પરિક્રમા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન