ગુજરાત : યુસુફ પઠાણને પ્લોટ આપવા મુદ્દે વિવાદ કેમ થયો?

વીડિયો કૅપ્શન, ગુજરાત : યુસુફ પઠાણને પ્લોટ આપવા મુદ્દે વિવાદ કેમ થયો?
ગુજરાત : યુસુફ પઠાણને પ્લોટ આપવા મુદ્દે વિવાદ કેમ થયો?
પ્રકાશિત

વડોદરા મહાનગરપાલિકામાં લાંબા સમયથી વિવાદોની વચ્ચે રહેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને સાંસદ યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાના મુદ્દે અંતિમ નિર્ણય લેવાઈ ગયો છે.

મહાનગરપાલિકાની સ્ટૅન્ડિંગ કમિટીએ આ પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂરી આપી દીધી છે. જોકે, આ નિર્ણય સામે વિપક્ષ કૉંગ્રેસે આક્રમક વલણ અપનાવી પાલિકા સંકુલમાં જોરદાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

'એક વોટની કિંમત 15 કરોડ', 'VMCના જમાઈ યુસુફ પઠાણ', 'વોટ ચોર, પ્લૉટ ચોર, નોટ ચોર'ના નારા સાથે કૉંગ્રેસે વિરોધપ્રદર્શન કર્યું હતું.

વડોદરા મહાનગરપાલિકામાં લાંબા સમયથી વિવાદોની વચ્ચે રહેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને સાંસદ યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાના મુદ્દે અંતિમ નિર્ણય લેવાઈ ગયો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન