નડિયાદમાં ધડાકાભેર જ્યારે પાણીની ટાંકીનો સ્લેબ તૂટ્યો
નડિયાદમાં ધડાકાભેર જ્યારે પાણીની ટાંકીનો સ્લેબ તૂટ્યો
પ્રકાશિત
નડિયાદમાં વૈશાલી સિનેમા પાછળ આવેલી ચિત્રકૂટ સોસાયટી પાસે જર્જરિત પાણીની ટાંકી ઉતારવાની કામગીરી દરમિયાન અચાનક સ્લેબ તૂટી પડ્યો હતો.
આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ટાંકી ઉતારવાની કામગીરી છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહી છે, પરંતુ તેની ધીમી ગતિને કારણે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



