અલ-નીનોનો અંત ક્યારે, 2027ના ચોમાસામાં લા-નીના બની જશે?
અલ-નીનોનો અંત ક્યારે, 2027ના ચોમાસામાં લા-નીના બની જશે?
પ્રકાશિત
વર્ષ 2026માં સક્રિય રહેલા શક્તિશાળી El Nino બાદ હવે ભારતમાં ચોમાસાને લઈને રાહતના સંકેત મળ્યા છે.
ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ કાર્યરત હૈદરાબાદ સ્થિત સંસ્થા ઇન્ડિયન નૅશનલ સેન્ટર ફૉર ઓશન ઍન્ડ ઇન્ફર્મેશન સર્વિસ (INCOIS) દ્વારા જાહેર કરાયેલા પૂર્વાનુમાન મુજબ, પ્રચંડ El Ninoની અસર માર્ચ 2027 સુધી રહેશે.
ત્યારબાદ સ્થિતિ તટસ્થ બનશે અને જૂનથી ઑગસ્ટ 2027 દરમિયાન 70 ટકા જેટલી શક્યતા સાથે લા-નીના સક્રિય થવાનું અનુમાન છે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



