હાથમાં પિસ્તોલ સાથે બુકાનીધારીઓનો ચર્ચ ઉપર હુમલો, સાતનાં મોત
હાથમાં પિસ્તોલ સાથે બુકાનીધારીઓનો ચર્ચ ઉપર હુમલો, સાતનાં મોત
પ્રકાશિત
જૉર્ડનમાં ચર્ચ પર થયેલા હુમલાનાં આ સીસીટીવી દૃશ્યો છે. 23 ઑક્ટોબરે જૉર્ડનના કારક પ્રાંતના હમૌદ ગામમાં આવેલા ચર્ચ પર હુમલાની આ ઘયના બની જેમાં સાત લોકોનાં મોત થઈ ગયાં જ્યારે કે 34 લોકો ઘાયલ થઈ ગયા.
આ માહિતી જૉર્ડનની સરકારી પ્રસારણ ચૅનલ 'અલ-મમલાકા'એ આ ફૂટેજ બતાવતા આપી.
માહિતી પ્રમાણે આ અજાણ્યા હુમલાખોરો કારમાં આવ્યા અને ચર્ચમાં દાખલ થઈ ગોળીબાર શરુ કરી દીધો અને પછી ભાગી ગયા. જૉર્ડનના કિંગ અબ્દુલ્લાહ બીજાએ કહ્યું કે સત્તાવાળાઓ આ આતંકવાદી કૃત્યને પડકારશે અને કારકના હુમલાખોરોને આકરામાં આકરી સજા આપશે. 23 ઑક્ટોબર શુક્રવાર સુધીની માહિતી પ્રમાણે આ હુમલા વિશે કોઈએ જવાબદારી લીધી નહોતી.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



