મેલોનીની વૅઇટ્રેસથી માંડીને ઇટાલીનાં વડાં પ્રધાન બનવા સુધીની સફર

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન મોદી ઇટાલીના રાષ્ટ્રપતિ સેર્જો માત્તારેલા અને વડા પ્રધાન જ્યૉર્જિયા મેલોનીને મળ્યા હતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના પાંચ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં મંગળવારે (સ્થાનિક સમયાનુસાર) ઇટાલીની રાજધાની રોમ પહોંચ્યા હતા.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોતાની મુલાકાતની વિગતો શૅર કરતાં વડા પ્રધાન મોદીએ લખ્યું, "હું ઇટાલીની રાજધાની રોમ પહોંચી ગયો છું. અહીં હું રાષ્ટ્રપતિ સેર્જો માત્તારેલા અને વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીને મળીશ અને તેમની સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરીશ."
ત્યાર પછી ઇટાલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો પોતાનો ફોટો શૅર કર્યો અને લખ્યું, "વેલકમ ટુ રોમ, માય ફ્રેન્ડ!"
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ જૂન 2024માં જી7 સમિટમાં હાજરી આપવા માટે ઇટાલીની મુલાકાતે ગયા હતા.
આ પ્રસંગે , જ્યોર્જિયા મેલોની કોણ છે અને તેમણે રાજકીય ક્ષિતિજ પર કેવી રીતે ઊભરી આવ્યાં તેના વિશે જાણીએ.
ઈટાલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની વિશે

ઇમેજ સ્રોત, X/@narendramodi
જ્યૉર્જિયા મેલોનીએ 22 ઑક્ટોબર 2022ના રોજ પદ સંભાળ્યું અને બીજા વિશ્વયુદ્ધ પછી ઇટાલીની પ્રથમ જમણેરી સરકારનું નેતૃત્વ કર્યું હતું.
મેલોનીએ 2012માં 'બ્રધર્સ ઑફ ઇટાલી'ની સહ-સ્થાપના કરી અને 2014થી તે આ પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2022ની ચૂંટણીમાં આ પાર્ટીએ 26% મત મેળવ્યા હતા અને મેલોનીના ગઠબંધને ઇટાલિયન સંસદના બંને ગૃહોમાં બહુમતી મેળવી હતી. મેલોની કૉલેજમાં હતાં ત્યારથી તેઓ રાજકારણમાં પ્રવેશી ગયાં હતાં.
વડાં પ્રધાન બન્યાં પહેલાં મેલોની શું કરતા હતાં?

ઇમેજ સ્રોત, VINCENZO PINTO/AFP
જ્યોર્જિયાનો જન્મ 5 જાન્યુઆરી 1977ના રોજ રોમની દક્ષિણે આવેલા ગાર્બેટેલા વિસ્તારમાં થયો હતો. અહીં મોટી સંખ્યામાં કામદાર વર્ગના લોકો રહેતા હતા અને વિસ્તાર પરંપરાગત રીતે ડાબેરી પ્રભાવનો કેન્દ્ર રહ્યો છે.
આજે પણ, જ્યોર્જિયા મેલોનીની પાર્ટીને અહીં વધારે મત મળતા નથી. કૉલેજના શરૂઆતના દિવસોથી જ જ્યોર્જિયા ઇટાલિયન સોશિયલ મુવમેન્ટની યુવા પાંખમાં જોડાયાં હતાં.
1946માં બેનિટો મુસોલિનીના પતન પછી, ઇટાલીમાં ફાસીવાદી વિચારધારાના કેટલાક નેતાઓએ ભેગા થઈને આ ચળવળની શરૂઆત કરી હતી. એ સમયે ઇટાલીમાં ડાબેરી વિચારસરણીનો ફેલાવો વધી રહ્યો હતો.
મેલોની નાણાના અભાવે તેઓ યુનિવર્સિટીનો અભ્યાસ કરી શકે તેમ ન હતાં, એટલે તેમણે સ્થાનિક કૉલેજમાં અલગ-અલગ ભાષાઓનો અભ્યાસ કર્યો છે.
જ્યોર્જિયાએ નાઇટક્લબમાં, રેસ્ટોરાંમાં વૅઇટ્રેસ તરીકે અને બૅબી સિટિંગ જેવાં અલગ-અલગ કામો કર્યાં છે.
જ્યારે મુસોલીનીને એક સારા રાજકારણી ગણાવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
1996માં 19 વર્ષની ઉંમરે નેશનલ ઍલાયન્સ પાર્ટીના કાર્યકર્તા તરીકે જોડાયા હતા.
1996માં એક વિડીયો રિપોર્ટમાં જ્યોર્જિયા કહે છે, "મને લાગે છે કે મુસોલિની એક સારા રાજકારણી હતા. તેમણે જે કંઈ કર્યું, તે ઇટાલી માટે કર્યું. છેલ્લાં 50 વર્ષમાં આપણી પાસે તેમના જેવો રાજકારણી નથી ."
તેણીએ એક ફ્રેન્ચ ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં આ નિવેદન આપ્યું હતું. ત્યારબાદ, તેઓ ચર્ચામાં આવ્યાં હતાં.
1996માં રિલીઝ થયેલા આ વીડિયોમાં જ્યોર્જિયાનાં માતા પણ દેખાય છે. પરંતુ માતા કહે છે કે તેમણે તેમની પુત્રીને જમણેરી વિચારધારા તરફ પ્રોત્સાહિત કરવાનો કોઈ પ્રયાસ કર્યો નથી.
મુસોલિનીના શાસનકાળમાં શરૂ થયેલી ઇટાલિયન સોશિયલ મુવમૅન્ટ પાછળથી નેશનલ ઍલાયન્સ પાર્ટીમાં વિકસિત થઈ, જ્યાં જ્યોર્જિયાએ વિદ્યાર્થી પાંખનું નેતૃત્વ પણ કર્યું.
11 વર્ષની ઉંમરે 'લૉર્ડ ઑફ ધ રિંગ્સ' વાંચ્યું

ઇમેજ સ્રોત, Reuters
11 વર્ષની ઉંમરે, જ્યોર્જિયાએ જે. આર. આર. ટોલ્કિનની ક્લાસિક નોવલ 'લૉર્ડ ઓફ ધ રિંગ્સ' વાંચી હતું. તેઓ પુસ્તકમાં વર્ણવેલ હોબિટ્સ જેવા પોશાક પહેરવાનું પણ પસંદ કરતા હતાં.
તેમણે 2008થી 2011 સુધી બર્લુસ્કોની સરકારમાં ઇટાલીનાં સૌથી યુવા મંત્રી તરીકે પણ સેવા આપી હતી.
સપ્ટેમ્બર 2022માં જ્યારે તેમણે 45 વર્ષની ઉંમરે ઇટાલીનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો, ત્યારે તેમણે સ્થાપેલી પાર્ટીને સૌથી વધુ મત મળ્યા. તેમના પક્ષે 26% મતો સાથે જીત મેળવી. આવું ત્યારે થયું હતું જ્યારે એ પહેલાંની ચૂંટણીમાં, તેમના પક્ષને ફક્ત 4.3% મત મળ્યા હતા.
તેમની સરકારમાં ફક્ત ચાર મહિલાઓને મંત્રી પદ આપવામાં આવતા તેમને ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
'LGBT નહીં, કુદરતી પરિવારને પ્રોત્સાહન આપો'
મેલોનીએ જૂન 2021માં સ્પેનમાં એક ભાષણ આપ્યું હતું. તે 2021 ના ભાષણમાં તેમના મુદ્દા હતા "LGBT લૉબીને નહીં, કુદરતી પરિવારને પ્રોત્સાહન આપો, ઇસ્લામિક હિંસાની નિંદા કરો, આપણી સરહદો સુરક્ષિત કરો. મોટા પાયે ઇમિગ્રેશનનો વિરોધ કરો," આ તેમના ભાષણના મુદ્દાઓ હતા.
તેમના મંત્રીમંડળમાં યુજેનિયા રોસેલા નામના કુટુંબ નિયોજન મંત્રીનો સમાવેશ થાય છે. આ મંત્રી ગર્ભપાત અને સજાતિય વાલીપણાના ભારે વિરોધ કરે છે. તેમણે અગાઉ તેમને આપવામાં આવેલા અધિકારો રદ કરવાની ધમકી પણ આપી છે.
પરંતુ સત્તામાં આવ્યા પછી, મેલોનીએ 'સૌ માટે શાસન' સૂત્ર આપ્યું હતું.
આ ઉપરાંત, એવી પણ ખાતરી આપવામાં આવી હતી કે યુરોપ પ્રત્યેની આપણી વિદેશ નીતિમાં કોઈ ફેરફાર થશે નહીં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























