You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગોવા : 'ખરેખર લોકો પાસે પૈસા નથી', એક સમયે વિદેશી પ્રવાસીઓથી ભરચક રાજ્યની લોકપ્રિયતા ઘટી
ગોવા આવનારા યુરોપિયન અને રશિયન પર્યટકોની સંખ્યા સતત ઓછી થઈ રહી છે.
એક સમયે પાલોલેમ અને ગોવાના અન્ય કિનારાના ગામમાં રશિયન અને યુરોપિયન પ્રવાસીઓની ભીડ રહેતી હતી. પણ હવે અહીં તેઓ ઓછા જોવા મળે છે.
ગોવામાં જે ભીડ જોવા મળે છે તે લગભગ સ્થાનિકોની હોય છે. જે એ વાત તરફ ઈશારો કરે છે કે ગોવા હવે વિદેશી પર્યટકો માટે લોકપ્રિય જગ્યા નથી રહી.
કોરોના પછીની તુલનામાં હવે ગોવામાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા લગભગ અડધી થઈ ગઈ છે.
ગોવાના પર્યટન વિભાગના આંકડા પણ આ વાતની પુષ્ટિ કરે છે. વર્ષ 2017માં લગભગ નવ લાખ વિદેશી પર્યટકો ગોવા આવ્યા હતા. 2025 સુધીમાં આ સંખ્યા ઘટીને લગભગ પાંચ લાખ થઈ ગઈ છે. તો એનાથી ઊલટું, વર્ષ 2016માં 68 લાખ પ્રવાસીઓ ગોવા આવ્યા હતા.
રાજ્યના પર્યટન વિભાગે હાલમાં કહ્યું હતું કે ગ્લોબલ જિયોપૉલિટિકલ સ્થિતિને કારણે પણ વિદેશી પ્રવાસીઓની આવ-જા પર અસર પડી છે.
એવામાં સવાલ થાય કે 1960 અને 1970ના દાયકાના "હિપ્પી દૌર"થી માંડીને આજ સુધી ગોવાને વિદેશી લોકો પસંદ કરતા હતા, તે હવે દૂર કેમ ભાગી રહ્યા છે?
તેની પાછળનું કારણ શું છે? ગોવામાં શું બદલાયું છે?
વધુ જુઓ વીડિયોમાં...
અહેવાલ : નિખિલ ઈનામદાર
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન