ગુજરાત : શું આગામી 2 દિવસમાં ફરી બદલાશે હવામાન, જાણો ક્યાં પડશે વરસાદ?

હવામાન : ગુજરાતમાં આ બે દિવસમાં ફરીથી હવામાન પલટાશે? ગુજરાત ચોમાસું વરસાદ પાણી ખેતર ખેડૂત ખાતર પાક વાવેતર લણણી શિયાળુ પાક રવિ પાક દુષ્કાળ સિંચાઈ પિયત બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ હવામાન સમાચાર વેધર ન્યૂઝ
ઇમેજ કૅપ્શન, ત્રીસ સપ્ટેમ્બરથી લઈ પહેલી અને બીજી ઑક્ટોબર સુધીના દિવસોમાં થોડાં ઘણાં વાદળો ગુજરાતમાં દેખાશે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

હવામાન વિભાગની આગાહી છે કે, ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદ પડવાનો છે. એક સિસ્ટમ મહારાષ્ટ્ર નજીક સક્રિય થઈ રહી છે જેની લઈને ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

મહારાષ્ટ્ર પર વાદળો છે તેથી તેની આસપાસના વિસ્તારોમાં આવનારા બે ત્રણ દિવસમાં હજુ વરસાદ વધી શકે તેવી શક્યતાઓ પણ છે.

દક્ષિણ ભારતથી લઈને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઘણો વરસાદ વધશે.

પરંતુ આ સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળશે કે નહીં તેવી લોકોમાં ચર્ચા છે.

બીજી તરફ, બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ગઈ કાલે મજબૂત બની ગઈ હતી.

તેથી ત્યાં જે ડિપ્રેશન હતું, તે પાછળથી ડીપ-ડિપ્રેશન બની ગયું હતું અને ડીપ-ડિપ્રેશન આગળ વધી રહ્યું છે.

ત્યારે આ સિસ્ટમની અસર ગુજરાત પર થશે કે નહીં, જાણીશું આ અહેવાલમાં.

સિસ્ટમની અસરને કારણે ગુજરાતમાં વરસાદ પડશે?

હવામાન : ગુજરાતમાં આ બે દિવસમાં ફરીથી હવામાન પલટાશે? હવામાન : ગુજરાતમાં આ બે દિવસમાં ફરીથી હવામાન પલટાશે? ગુજરાત ચોમાસું વરસાદ પાણી ખેતર ખેડૂત ખાતર પાક વાવેતર લણણી શિયાળુ પાક રવિ પાક દુષ્કાળ સિંચાઈ પિયત બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ હવામાન સમાચાર વેધર ન્યૂઝ
ઇમેજ કૅપ્શન, આગામી 48 કલાકમાં ગુજરાતમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.

મહારાષ્ટ્ર પર એક સિસ્ટમ રચાઇ રહી છે.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દક્ષિણ ભારતથી લઈને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ સિસ્ટમને કારણે ઘણો વરસાદ વધશે પરંતુ આ સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળશે નહીં.

તેનું કારણ છે કે બંગાળની ખાડી પર રચાયેલી એક સિસ્ટમ છે એ ગઈ કાલે મજબૂત બની ગઈ હતી.

તેમાં એક ડિપ્રેશન હતું, તે પાછળથી ડીપ-ડિપ્રેશન બની ગયું હતું અને ડીપ-ડિપ્રેશન આગળ વધ્યું હતું.

આગળ વધીને મ્યાનમાર પર ગયું એટલે ફરીથી આ સિસ્ટમ નબળી પડી.

તેનું કારણ હતું કે આ સિસ્ટમ જમીન પર આવી ગઈ હતી એટલે તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગઈ.

તેથી હવે એ સિસ્ટમ પૂર્વત્તરનાં રાજ્યોને અસર કરશે અને ગુજરાતમાં થોડી ઘણી અસર કરશે. પણ મોટા પ્રમાણમાં તેની કોઈ અસર ગુજરાત પર થશે નહીં.

આમ આ ગુજરાત તરફના વિસ્તારમાં હવે તેની કોઈ અસર થશે નહીં.

તેથી ભારતના મોટા ભાગના વિસ્તારો પર પણ તેની કોઈ અસર નહીં થાય.

આ ઉપરાંત ત્રીસ તારીખથી લઈ પહેલી અને બીજી ઑક્ટોબર સુધીના દિવસોમાં થોડાં ઘણાં વાદળો ગુજરાતમાં દેખાશે. કેટલાક વિસ્તારોમાં તેની અસર હેઠળ છૂટોછવાયો વરસાદ પણ દેખાશે.

પરંતુ તેની અસરો ગુજરાતમાં ખૂબ બહોળા પ્રમાણમાં થાય તેમ નથી.

મહારાષ્ટ્રની સિસ્ટમ જો વધારે મજબૂત હોત અને લો પ્રેશર એરિયા જેવી સ્થિતિ હોત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોત, તો ગુજરાતમાં વધારે વરસાદની શક્યતાઓ હોત. પરંતુ આવી પરિસ્થિતિ નિર્માણ પામી નથી અને તેણે કારણે ત્રીસ તારીખથી લઈ અને પહેલી તારીખ સુધી કોઈ કોઈ જગ્યાએ સાવ હળવો અને છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

જો કે વધારે વરસાદ પડવાની શક્યતા નથી. પરંતુ છૂટોછવાયો અને હળવો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગની આગાહીમાં દેખાઈ રહી છે. ત્યારે જોઈએ કે, કયા-કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ?

ચોમાસું ગુજરાતમાંથી વિદાય લઈ રહ્યું છે?

હવામાન : ગુજરાતમાં આ બે દિવસમાં ફરીથી હવામાન પલટાશે? હવામાન : ગુજરાતમાં આ બે દિવસમાં ફરીથી હવામાન પલટાશે? ગુજરાત ચોમાસું વરસાદ પાણી ખેતર ખેડૂત ખાતર પાક વાવેતર લણણી શિયાળુ પાક રવિ પાક દુષ્કાળ સિંચાઈ પિયત બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ હવામાન સમાચાર વેધર ન્યૂઝ
ઇમેજ કૅપ્શન, પૂર્વ ઉત્તર પ્રદેશ પર સ્તરનું સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે અને હવે જે ગુજરાત રાજ્ય માટે મહત્ત્વહીન બની ગયું છે.

ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધૌલપુર, ઉદયપુર, ડિસા, નલિયા પાસેથી પસાર થઈ રહી છે.

પૂર્વ ઉત્તર પ્રદેશ પર સ્તરનું સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે અને હવે જે ગુજરાત રાજ્ય માટે મહત્ત્વહીન બની ગયું છે.

ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઉત્તર હરિયાણા અને તેની આસપાસના વિસ્તારમાં છે, જેમાં મધ્ય અને ઉપરના ટ્રોપોસ્ફેરિક પશ્ચિમી પવનોમાં એક ટ્રફ છે.

હવામાન વિભાગે શું આગાહી કરી છે?

હવામાન : ગુજરાતમાં આ બે દિવસમાં ફરીથી હવામાન પલટાશે? હવામાન : ગુજરાતમાં આ બે દિવસમાં ફરીથી હવામાન પલટાશે? ગુજરાત ચોમાસું વરસાદ પાણી ખેતર ખેડૂત ખાતર પાક વાવેતર લણણી શિયાળુ પાક રવિ પાક દુષ્કાળ સિંચાઈ પિયત બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ હવામાન સમાચાર વેધર ન્યૂઝ

આજે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદમાં અલગ-અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

આજે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર-સોમનાથ, કચ્છ અને દીવમાં અલગ-અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની પૂરી શક્યતા છે.

1 ઑક્ટોબરની સ્થિતિને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદમાં અલગ-અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

આમ આવતી કાલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ એટલે કે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં અલગ-અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.

તેમજ બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે.

2 ઑક્ટોબરને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા અને નગર હવેલીના તમામ જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની પૂરી શક્યતા છે.

3 ઑક્ટોબરને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, કે ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા અને નગર હવેલીના તમામ જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની પૂરી શક્યતા છે.

4 ઑક્ટોબરને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા અને નગર હવેલીના તમામ જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની પૂરી શક્યતા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન