ગુજરાત : અરબી સમુદ્રમાંથી 3000 કરોડનું ડ્રગ્સ પકડ્યું, પાંચ કથિત પાકિસ્તાની નાગરિકો પણ પકડાયાનો કોસ્ટ ગાર્ડનો દાવો - ન્યૂઝ અપડેડ

કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ સાથે મળીને અરબી સમુદ્રમાંથી 3000 કરોડનું ડ્રગ્સ પકડ્યું કોસ્ટ ગાર્ડના જણાવ્યા મુજબ ડ્રગ્સના જથ્થા સાથે પાંચ પાકિસ્તાની નાગરિકોને પકડવામાં આવ્યા છે.
ઇમેજ કૅપ્શન, કોસ્ટ ગાર્ડના દાવા પ્રમાણે, ડ્રગ્સના જથ્થા સાથે પાંચ 'પાકિસ્તાની' નાગરિકોને પકડવામાં આવ્યા છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભારતીય તટરક્ષક દળ (ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ) અને ગુજરાત ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (એટીએસ)એ એક સંયુક્ત કાર્યવાહીમાં અરબી સમુદ્રમાંથી 3000 કરોડ રુપિયા કરતાં વધુ મૂલ્યના ડ્રગ્સનો જથ્થો પકડ્યો હોવાનો દાવો કર્યો છે.

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર મૂકેલી પોસ્ટ પ્રમાણે લક્ષદ્વિપની પશ્ચિમ બાજુએ એક શંકાસ્પદ 'ઈરાની જહાજ'ને આંતરવામાં આવ્યું હતું. તેના પર ચઢીને તપાસ કરવામાં આવતા 'નાર્કો સ્મગલિંગ'ની ઘટના બહાર આવી છે.

ભારતીય કોસ્ટ ગાર્ડ મુજબ આ ઑપરેશનમાં 526 કિલો હાઇ ગ્રેડ હેરેઈન અને મેથાએમ્ફેટેમાઇનનો જથ્થો મળી આવ્યો છે જેની વેલ્યૂ 3,000 કરોડ રૂપિયા કરતાં વધુ આંકવામાં આવે છે.

તેના દાવા પ્રમાણે, તેની સાથે 'પાકિસ્તાનના પાંચ ચાલકદળના સભ્યો'ને પણ પકડવામાં આવ્યા છે. પકડાયેલા જહાજને ચાલકદળના લોકો સાથે મુંબઈ લઈ જવાયું હતું.

એશિયન ગેમ્સ 2026 : ભારતીય મહિલા ટીમે તીરંદાજીમાં જીત્યો ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સ 2026 : ભારતીય મહિલા ટીમે તીરંદાજીમાં જીત્યો ગોલ્ડ મેડલ - ન્યૂઝ અપડેડ ભારતે રોમાંચક અને નજીકના મુકાબલામાં ચીનની ટીમને હરાવી હતી.
ઇમેજ કૅપ્શન, ભારતે રોમાંચક મુકાબલામાં ચીનની ટીમને હરાવી હતી.

જાપાનના આઈચી-નાગોયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી (આર્ચરી) ટીમે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.

ફાઇનલમાં ભારતે કડક ટક્કર આપનાર ચીનની ટીમને હરાવીને સ્વર્ણ પદક જીત્યો હતો. આ એશિયન ગેમ્સ 2026માં ભારતનો સાતમો ગોલ્ડ મેડલ છે. ભારતીય તીરંદાજોએ 238ના સ્કોર સાથે મહિલા ટીમના વિશ્વ રેકૉર્ડની બરાબરી પણ કરી લીધી હતી.

આ પહેલાં ભારતીય મહિલા ટીમે સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 235-233ના સ્કોરથી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

નેતન્યાહૂના યુએઈ પ્રવાસ પછી ઈરાને અન્ય દેશોને શું ચેતવણી આપી?

ઈરાનના વિદેશ મંત્રાલયે મધ્ય પૂર્વના દેશોને ચેતવણી આપી છે કે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના યુએઈ પ્રવાસથી ક્ષેત્રમાં અસ્થિરતા વધવાની શક્યતા છે.
(ફાઇલ ફોટો: ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી)
ઇમેજ કૅપ્શન, ઈરાનના વિદેશ મંત્રાલયે મધ્ય પૂર્વના દેશોને ચેતવણી આપી છે કે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના યુએઈ પ્રવાસથી ક્ષેત્રમાં અસ્થિરતા વધવાની શક્યતા છે.(ફાઇલ ફોટો: ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી)

ઈરાને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) પ્રવાસની નિંદા કરતાં એક નિવેદન જાહેર કર્યું છે.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઈરાનના વિદેશ મંત્રાલયે મધ્ય પૂર્વના દેશોને ચેતવણી આપતાં કહ્યું કે નેતન્યાહૂનો યુએઈ પ્રવાસ ક્ષેત્રમાં અસુરક્ષા અને અસ્થિરતાને પ્રોત્સાહન આપી શકે છે.

મંત્રાલયે મંગળવારે રાત્રે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું, "ક્ષેત્રની સુરક્ષા તમામ દેશોની સંયુક્ત જવાબદારી છે. એવું કોઈપણ પગલું, જેનાથી વિસ્તારમાં અસુરક્ષિત શક્તિઓના પ્રવેશનો માર્ગ ખુલ્લો થાય, તે અંતે સમગ્ર ક્ષેત્રના દેશો માટે નુકસાનકારક સાબિત થશે."

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું, "આનાથી પશ્ચિમ એશિયામાં વિભાજન, અસુરક્ષા અને અસ્થિરતા સર્જાશે. તેથી વિસ્તારની સરકારોએ શાંતિ અને સ્થિરતા જાળવવાની પોતાની જવાબદારી સમજવી જોઈએ."

ઈરાને વધુમાં જણાવ્યું, "અન્ય દેશોની સરકારોએ ઇઝરાયલી શાસનની હાનિકારક હાજરી માટે માર્ગ તૈયાર કરવાથી બચવું જોઈએ અને પોતાના પ્રદેશને અન્ય દેશો વિરુદ્ધની પ્રવૃત્તિઓ માટે મંચ બનવા દેવું જોઈએ નહીં."

ઉલ્લેખનીય છે કે નેતન્યાહૂ રવિવારે યુએઈના પ્રવાસે ગયા હતા, જ્યાં તેમની રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે મુલાકાત થઈ હતી. જોકે, ઇઝરાયલના વડા પ્રધાન કાર્યાલયે આ મુલાકાતની સત્તાવાર પુષ્ટિ બે દિવસ પછી કરી હતી.

SEO બેઠક : ઇસ્લામાબાદમાં ભારતની ભાગીદારી કેમ મહત્ત્વની છે?

ભારતે એસસીઓના સમન્વયકોની બેઠકમાં ભાગ લેવા માટે એક પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદ મોકલ્યું છે. ભારત પાકિસ્તાન બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, ભારતે એસસીઓના સમન્વયકોની બેઠકમાં ભાગ લેવા માટે એક પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદ મોકલ્યું છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવ છતાં શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના રાષ્ટ્રીય સમન્વયકોની ઇસ્લામાબાદમાં ચાલતી બેઠકમાં ભારત સહિત સંગઠનના તમામ સભ્ય દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.

ભારતે એસસીઓના સમન્વયકોની બેઠકમાં ભાગ લેવા માટે એક પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદ મોકલ્યું છે.

વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી આલોક ડિમરી આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરે છે.

આલોક ડિમરી વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ છે. તેઓ એસસીઓ માટે ભારતના સમન્વયક પણ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ એક દાયકાથી દ્વિપક્ષીય મંત્રણા નથી થઈ.

બંને દેશો વચ્ચે છેલ્લે ડિસેમ્બર 2015માં વાતચીત થઈ છે. તે વખતે ભારતનાં તત્કાલીન વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ વ્યાપક દ્વિપક્ષીય મંત્રણાને ફરીથી શરૂ કરવાના અનુરોધ સાથે ઇસ્લામાબાદ ગયાં હતાં.

જોકે, જાન્યુઆરી 2016માં પઠાણકોટ હુમલા પછી આ પ્રક્રિયા ફરીથી ઠપ પડી ગઈ હતી. ભારત સરકારનું એવું વલણ રહ્યું છે કે, "માહોલ સંપૂર્ણપણે ઉગ્રવાદથી મુક્ત" હોય ત્યારે જ મંત્રણા સંભવ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન