ગુજરાતમાં આ રોડ ઉપર કેમ તૂટેલી ગાડીઓ જોવા મળે છે?
ગુજરાતમાં આ રોડ ઉપર કેમ તૂટેલી ગાડીઓ જોવા મળે છે?
પ્રકાશિત
સાબરકાંઠા પોલીસ અને NHAI દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે.
નેશનલ હાઈવે-48 પર અકસ્માત પ્રાંતિજના રસુલપુર ઝોનમાં ગંભીર અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત થયેલું વાહન સ્ટેન્ડ પર મૂકવામાં આવ્યું છે.
ચિલોડાથી શામળાજી સુધીના નેશનલ હાઈવે-48 પર ઓવરસ્પીડના કારણે વારંવાર ગંભીર અકસ્માતો સર્જાતા રહે છે.
તેને ધ્યાનમાં રાખી સાબરકાંઠા પોલીસ અને NHAI દ્વારા રસુલપુર અકસ્માત ઝોન ખાતે એક ગંભીર અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત થયેલું વાહન પ્રદર્શિત કરવામાં આવ્યું છે.
આ પહેલનો હેતુ વાહનચાલકોમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો છે.

ઇમેજ સ્રોત, ugc
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન



