You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતના સૌથી ઝડપી દોડવીર બનનાર ઍથ્લીટ
ભારતના સૌથી ઝડપી દોડવીર બનનાર ઍથ્લીટ
પ્રકાશિત
10.09 સેકન્ડમાં 100 મીટરની દોડ પૂરી કરીને પંજાબના દોડવીર ગુરીન્દરવીર સિંહે નૅશનલ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે.
તેઓ 100 મીટરની દોડમાં ભારતના સૌથી ઝડપી દોડવીર બની ગયા છે.
તેમણે રાંચીમાં યોજાયેલી નૅશનલ સિનિયર ઍથ્લેટિક્સ ફેડરેશનની ફાઇનલમાં 100 મીટર સ્પ્રિન્ટમાં આ સિદ્ધિ મેળવી છે.
તેમણે આ સ્પર્ધામાં રેકૉર્ડ સર્જ્યા બાદ હાથે લખેલો એક મૅસેજ પણ બતાવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, "ટાસ્ક ઇઝ નોટ ફિનિશ્ડ યેટ વેટ આઇ એમ સ્ટેન્ડિંગ" એટલે કે કામ હજુ પૂરું નથી થયું. રાહ જુઓ, હું હજુ ઊભો જ છું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન