You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચોમાસું આગળ વધીને હાલમાં ક્યાં પહોંચ્યું, ગુજરાતમાં આ તારીખથી વરસાદની શક્યતા
ગુજરાતમાં ચોમાસું શરૂ થવાને હવે થોડા દિવસો જ બાકી છે, ત્યારે નૈર્ઋત્યનું ચોમાસું ભારતની નજીક આવી રહ્યું છે. કેરળમાં ચોમાસું શરૂ થવાની સત્તાવાર તારીખ 1 જૂન છે, પરંતુ આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
કેરળમાં આ વખતે 26 મેની આસપાસ ચોમાસું શરૂ થાય તેવું પૂર્વાનુમાન હવામાન વિભાગે કર્યું છે.
કેરળમાં પ્રવેશ કર્યા પછી દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધતું જશે અને 15 જૂન સુધીમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી પહોંચવાની શક્યતા છે.
તો ચોમાસું હવે ખરેખર ક્યાં પહોંચ્યું છે અને કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં ક્યારથી પડશે વરસાદ?
અહેવાલ - દીપક ચુડાસમા
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન