ગુજરાતમાં કમોસમી વરસાદ અને કાળઝાળ ગરમીને લઈને શું છે આગાહી?

ગુજરાતમાં કમોસમી વરસાદ અને કાળઝાળ ગરમીને લઈને શું છે આગાહી?

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બપોર પછી ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. અરબી સમુદ્રમાં !ઍન્ટી સાયક્લોન અને રાજસ્થાન-પાકિસ્તાન પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ પ્રી-મોન્સૂન ઍક્ટિવિટી જોવા મળી રહી છે.

હવે વરસાદનું પ્રમાણ ઘટશે અને આવતીકાલથી રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાવવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં તાપમાન 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

13 મે સુધી ગરમીનું પ્રમાણ સતત વધતું રહેશે. બીજી તરફ, ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે અને ચોમાસું મોડું શરૂ થવા અંગે હાલ કોઈ નકારાત્મક સમાચાર નથી.

વીડિયો : દીપક ચુડાસમા