અમદાવાદની એક એવી રેસ્ટોરાં જ્યાં લોકો કબરની આજુબાજુ બેસીને નાસ્તો કરે છે
અમદાવાદની એક એવી રેસ્ટોરાં જ્યાં લોકો કબરની આજુબાજુ બેસીને નાસ્તો કરે છે
કોઈને કબરની પાસે બેસીને ચા પીવાનું કે ખાવાનું કહો તો કદાય અસહજ થઈ જવાય.
પરંતુ અમદાવાદમાં આવેલી છે એક એવી હોટેલ જ્યાં લોકો કબરોની વચ્ચે બેસીને ચા-નાસ્તો કરે છે.
આ છે લક્કી ટી સ્ટૉલ, જે અમદાવાદના પ્રખ્યાત લાલ દરવાજા પાસે આવેલો છે.
70 કરતાં વધારે વર્ષથી જાણીતો આ ટી સ્ટૉલ તેની અંદર આવેલી કબરોને કારણે પ્રખ્યાત છે.
આ સ્થળની વિશેષતા તે કેવી રીતે શરૂ થયો એમાં છે, તેના માલિકે આ જમીન ખરીદી ત્યારે તેમને ખબર નહોતી કે તે વાસ્તવમાં અહીં એક કબ્રસ્તાન હતું.
આ વાતની જાણ થયા પછી પણ તેમણે અહીં ચાની દુકાન બનાવી.
પ્રખ્યાત ચિત્રકાર એમ. એફ. હુસૈન સાથે પણ આ ટી સ્ટૉલનો સંબંધ છે.
હુસૈને ટી સ્ટૉલની મુલાકાત લીધી હતી અને તેમણે માલિકને પોતાનું એક પેઇન્ટિંગ ભેટમાં આપ્યું હતું, જે આજે પણ દુકાનની દીવાલ પર જોવા મળે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



