અરવલ્લી : એવું તે શું થયું કે પોલીસે ફાયરિંગ કર્યું?
અરવલ્લી : એવું તે શું થયું કે પોલીસે ફાયરિંગ કર્યું?
પ્રકાશિત
અરવલ્લીના ધનસુરા તાલુકાના શિનોલ પાસે આ ગાડીના ગુનાની ઘટના સર્જાઈ હતી.
આ ઘટના અંગે માહિતી આપતાં અરવલ્લી જિલ્લાના પોલીસ વડાએ કહ્યું હતું કે, એસઓજી પોલીસ પોશડોડા ભરેલી કાળા રંગની ગાડીનો પીછો કરતી હતી.
"ત્યારે પોલીસની ગાડીને ટક્કર મારી હતી. બાદમાં ગાડીમાં સવાર લોકોએ પિસ્તોલ કાઢતાં સ્વબચાવમાં પીઆઈએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું."
"આ દરમિયાન આરોપીઓ ફરાર થઈ જતાં પોલીસે નાકાબંધી કરી હતી. ગાડીમાંથી પોલીસને પોશડોડાનો જથ્થો પણ મળી આવ્યો હતો."
આ આખી મોડસ ઑપરેન્ડી ને ઘટનાક્રમની પોલીસ વડાએ માહિતી આપી હતી.

ઇમેજ સ્રોત, ugc
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



