ગુજરાતમાં નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ સમારંભ યોજાયો, કયા-કયા ગુજરાતીઓને પુરસ્કાર મળ્યો?
ગુજરાતના કેવડિયાના એકતા નગર ખાતે મંગળવારે યોજાયેલા સમારોહમાં 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.
નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ્સના ઇતિહાસમાં પહેલીવાર ઍવૉર્ડ સમારોહ દિલ્હીની બહાર યોજાયો છે.
આ નૅશનલ ફિલ્મ ઍવૉર્ડઝમાં ગુજરાતી મેકર્સને પણ ઍવૉર્ડ્સ આપવામાં આવ્યા હતા.
બેસ્ટ રિજનલ ફિલ્મ તરીકે ગુજરાતી ફિલ્મ મારણને ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.
ફિલ્મના દિગ્દર્શક અભિષેક જૈનને રજત કમલ જ્યારે પ્રોડ્યૂસર અમિત દેસાઈને સિલ્વર લૉટ્સ ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા.
હિંદી નોન-ફીચર ફિલ્મ 'ચોલા ડોરા ઔર સુઈ' માટે ગુજરાતી દિગ્દર્શક જયમિન મોદી અને લોકેશ ઘાઈને 'સ્પેશિયલ મેન્શન' પ્રમાણપત્ર એનાયત કરાયું હતું.
આ ઉપરાંત કાર્તિક આર્યનને હિન્દી ફિલ્મ 'ચંદુ ચૅમ્પિયન' માટે અને ફિલ્મ "બ્રહ્મયુગમ્" માટે મામૂટીને શ્રેષ્ઠ અભિનેતાનો ઍવૉર્ડ મળ્યો હતો.
આ ઉપરાંત રાજકુમાર પેરિયાસામીને 'અમરન' માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો રાષ્ટ્રીય ફિલ્મ ઍવૉર્ડ મળ્યો હતો.

ઇમેજ સ્રોત, president of india
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



