જંતર-મંતર પ્રદર્શનમાં ભાગ લેવા પહોંચેલા લોકોની અટકાયત

વીડિયો કૅપ્શન, જંતર-મંતર પ્રદર્શનમાં ભાગ લેવા પહોંચેલા લોકોની અટકાયત
જંતર-મંતર પ્રદર્શનમાં ભાગ લેવા પહોંચેલા લોકોની અટકાયત
પ્રકાશિત

દિલ્હીના જંતર મંતર ખાતે ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે વિરોધપ્રદર્શનના બીજા દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

કેરળ હાઉસ તરફથી આવતા માર્ગ પર પોલીસ અને પત્રકારો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.

વિરોધ સ્થળ પર પહોંચવાનો પ્રયાસ કરી રહેલાં યુવક-યુવતીઓને દિલ્હી પોલીસે તાત્કાલિક અટકાયતમાં લઈને બસમાં બેસાડી દીધાં હતાં.

અગાઉ 20 જૂને સીજેપી દ્વારા કરાયેલા વિરોધપ્રદર્શનમાં પ્રદર્શનકારીઓ સરળતાથી પહોંચ્યા હતા અને મોટો મુદ્દો બન્યા બાદ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું હતું,

જ્યારે આ વખતે પોલીસ કોઈને પણ જંતર મંતર સુધી પહોંચવા દેવા માંગતી નથી.

જંતર-મંતર પ્રદર્શનમાં ભાગ લેવા પહોંચેલા લોકોની અટકાયત

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન