દીપડાએ રૅસ્ક્યૂ કરનાર ઉપર જ હુમલો કર્યો, દૃશ્યો કૅમેરામાં રેકૉર્ડ
દીપડાએ રૅસ્ક્યૂ કરનાર ઉપર જ હુમલો કર્યો, દૃશ્યો કૅમેરામાં રેકૉર્ડ
પ્રકાશિત
ઘાયલ દીપડાએ રૅસ્ક્યૂ કરનાર ઉપર જ હુમલો કર્યો.......
આ ઘટના કર્ણાટકના દાવણગેરે ખાતે બની હતી. જ્યાં એક વાહનની ટક્કરને કારણે એક દીપડો ઘાયલ થઈ ગયો હતો.
દીપડાને બેભાન કરીને ટ્રકમાં ચઢાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે જ દીપડાએ રૅસ્ક્યૂ કરનાર ઉપર હુમલો કર્યો હતો.
હાલ દીપડા અને કર્મચારીની તબિયત સ્થિર હોવાનું જણાવાય રહ્યું છે.
એક અધિકારીએ બીબીસી હિંદીને જણાવ્યું હતું કે વાઇલ્ડ લાઇફ પાર્કમાં દીપડાની ઉપર નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડ્યે તેને રૅસ્ક્યૂ સેન્ટર ખાતે મોકલવામાં આવશે.

ઇમેજ સ્રોત, Getty Images



