સુરતમાં ભરબજારે વડનું વૃક્ષ તૂટી પડ્યું
સુરતમાં ભરબજારે વડનું વૃક્ષ તૂટી પડ્યું
પ્રકાશિત
સુરતના નાનપુરા બજારમાં અચાનક વિશાળ વડનું વૃક્ષ ધરાશાયી થતાં અફરાતફરી મચી હતી. વૃક્ષ નીચે છથી સાત વાહનો દટાઈ ગયાં હતાં અને કેટલીક દુકાનોને પણ નુકસાન થયું હતું. વૃક્ષ નીચે દટાયેલા ત્રણ લોકોને સ્થાનિકોએ બહાર કાઢી સારવાર માટે ખસેડ્યા હતા.
ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસની ટીમો સ્થળ પર પહોંચી હતી અને વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.




