'દરરોજ દરિયામાં ડૂબકી મારીને પેટિયું રળીએ છીએ', શેવાળની ખેતી કરતાં મહિલાઓનું જીવન કેવું છે?
રામેશ્વરમ પાસે વસેલા ચિન્નાપલાયમ ગામમાં ઘણી પેઢીઓથી લોકોનું જીવન આ જ દરિયા પર નિર્ભર રહ્યું છે. પાર્વતી અને તેમનાં જેવા સેંકડો લોકો માટે આ જ કમાણીનું સાધન છે.
પાર્વતીનો દિવસ સૂર્ય ઊગતાં પહેલાં જ શરૂ થઈ જાય છે. સાડીને કારણે દરિયાના પાણીમાં પરેશાન ના થવા માટે તેની ઉપર તેઓ એક ટી-શર્ટ પહેરી લે છે. આજે તે અમને પણ તેમની સાથે લઈ જઈ રહ્યા છે.
દરિયામાં જવું પાર્વતી માટે કોઈ નવી વાત નથી. છેલ્લાં 40 વર્ષથી તેઓ પોતાના ગામની અન્ય મહિલાઓ સાથે દરિયાઈ શેવાળ ભેગી કરવાનું કામ કરતાં રહ્યાં છે. સીવીડ એટલે કે દરિયાઈ શેવાળ દરિયામાં ઊગતો એક પ્રકારનો છોડ છે જેનો ઉપયોગ ખાવામાં અને બીજાં ઘણાં કામોમાં થાય છે.
રામેશ્વરમ પાસે વસેલા ચિન્નાપલાયમ ગામમાં ઘણી પેઢીઓથી લોકોનું જીવન આ જ દરિયા પર નિર્ભર રહ્યું છે. પાર્વતી અને તેમનાં જેવા સેંકડો લોકો માટે આ જ કમાણીનું સાધન છે.
સવારે પોતાની સફર શરૂ કરતાં તેઓ બે-ત્રણ કિલોમીટર સુધી દરિયાની અંદર ચાલે છે.
ત્યાર બાદ ક્યારેક હોડીના સહારે તેઓ બીજા કિનારે પહોંચે છે, જ્યાં તેઓ દરિયાઈ શેવાળ એકઠી કરે છે. જુઓ, તેમની કહાણી.

બીબીસી માટે ક્લેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



