બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ગુજરાત પહોંચશે?
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ગુજરાત પહોંચશે?
પ્રકાશિત
બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ આવનારા 24 કલાકમાં આગળ વધીને ભારતના વિવિધ રાજ્યો પર અસર કરશે. આ સિસ્ટમ ઓડિશા, બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ અને મધ્યપ્રદેશ સુધી પહોંચીને મધ્ય ભારતમાં ભારે વરસાદ લાવી શકે છે. ગુજરાતમાં 4 અને 5 તારીખથી આ સિસ્ટમની અસર જોવા મળી શકે છે, જેમાં દક્ષિણ, પૂર્વ, મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્ર અને કચ્છને આ સિસ્ટમનો લાભ પ્રમાણમાં ઓછો મળવાની શક્યતા છે.

ઇમેજ સ્રોત, Getty Images



