ગુજરાતમાં આ તારીખની આસપાસ ભારે વરસાદ પડી શકે

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં આ તારીખની આસપાસ ભારે વરસાદ પડી શકે, ક્યાં બની રહી છે સિસ્ટમ?
ગુજરાતમાં આ તારીખની આસપાસ ભારે વરસાદ પડી શકે
પ્રકાશિત

હાલ, અરબી સમુદ્રની અંદર ચોમાસું સક્રિય છે. ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી ગયું છે. આવનારા દિવસોમાં ચોમાસું આંધ્ર પ્રદેશ, તેલંગણા અને કર્ણાટકના વધુ ભાગો સુધી ચોમાસું પહોંચી જશે.

હાલ ચોમાસાએ ગોવાના તમામ વિસ્તારો કવર કરી લીધા છે, તેમજ પૂર્વોત્તરની બ્રાન્ચ પૂર્વોત્તરનાં રાજ્યો સુધી પહોંચી ચૂકી છે, એટલે કે બંગાળની ખાડીની બ્રાન્ચ પણ આગળ વધી રહી છે.

પરંતુ આંતરરાષ્ટ્રીય મૉડલોમાં એ નથી દર્શાવાયું કે ગુજરાતમાં 17-18 જૂન પહેલાં વધુ વરસાદ પડવાની શક્યતા નથી દર્શાવાઈ. 20-22 તારીખ પહેલાં આપણે ત્યાં વધુ વરસાદ થાય અને વાવણી થઈ જાય તેવી શક્યતા આ મૉડલો દર્શાવતાં નથી.

હવામાન વિભાગનાં મૉડલો એવી શક્યતા દર્શાવી રહ્યાં છે કે ગુજરાતની આસપાસ 12-13-14 તારીખની આસપાસ એક સિસ્ટમ બનશે, સિસ્ટમ આગળ વધશે અને 18-19 તારીખની આસપાસ ગુજરાતના બધા વિસ્તારોમાં વધારે વરસાદ થઈ જશે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે અને આપણે ત્યાં ચોમાસું પહોંચી જશે.

હાલ, બે પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે, પરંતુ આવનારા દિવસોમાં ખરેખર શું થશે, ખરેખર ચોમાસું વહેલું આવશે કે નહીં, એ જોવાનું છે.

ગુજરાત, ચોમાસું, ગુજરાત હવામાન

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન