અમેરિકામાં ઉજવણી દરમિયાન ગોળીબાર, કેટલાક લોકો ઘાયલ

વીડિયો કૅપ્શન, અમેરિકામાં ઉજવણી દરમિયાન ગોળીબાર, કેટલાક લોકો ઘાયલ
અમેરિકામાં ઉજવણી દરમિયાન ગોળીબાર, કેટલાક લોકો ઘાયલ
પ્રકાશિત

અમેરિકાના ઓહાયો રાજ્યમાં એક ફૅસ્ટિવલ પાસે અનેક લોકોને ગોળી વાગી છે. આ માહિતી સ્થાનિક પોલીસે આપી છે.

આ ઘટના ઓહાયોના ટોલેડો શહેરની છે.

ટોલેડો પોલીસ વિભાગનું કહેવું છે કે તેને ઑલ્ડ વેસ્ટ ઍન્ડ ફૅસ્ટિવલ પાસે ગોળીબારની માહિતી મળી હતી. ત્યાં પહોંચતાં પોલીસને 'ગોળીબારથી પ્રભાવિત અનેક લોકો' મળ્યા, જેમાં 'અનેક લોકો'ને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવાયા છે.

પોલીસે હજુ સુધી ઘાયલોની સંખ્યા ગણાવી નથી, પરંતુ ટોલેડોના મેયર વેડ કૅપઝુકિએવિચે સ્થાનિક સમાચાર ચૅનલ ડબલ્યુટીએએલ-11ને જણાવ્યું કે માનવામાં આવે છે કે આઠ લોકોને ગોળી વાગી છે અને બધા ઘાયલોના જીવ બચી જવાની આશા છે.

અમેરિકા, ઓહાયો

ઇમેજ સ્રોત, WTOL

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન