પરિવાર બીચ પર ગયો અને કારમાં બાળકી લૉક થઈ ગઈ

પરિવાર બીચ પર ગયો અને કારમાં બાળકી લૉક થઈ ગઈ
પ્રકાશિત

દ્વારકામાં પરિવાર બીચ પર ગયો અને બાળકી કારમાં લૉક થઈ ગઈ, કેવી રીતે બચાવી લોકોએ?

દ્વારકાના શિવરાજપુર બીચ પર કારમાં ફસાયેલી બાળકીને લોકોએ બચાવી લીધી.

બાળકીનો પરિવાર બીચ પર ગયો ને કાર લૉક થઈ ગઈ. બાળકીને ગભરાયેલી જોઈને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા.

લોકોએ સમયસૂચકતા વાપરીને કારનો કાચ તોડી બાળકીને સહીસલામત રીતે બહાર લઈ લીધી. બાળકી સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન