રેતીના તોફાનને લીધે રાજસ્થાનમાં ધોળા દિવસે રાતનો માહોલ, કેવાં દૃશ્યો સર્જાયાં?

રેતીના તોફાનને લીધે રાજસ્થાનમાં ધોળા દિવસે રાતનો માહોલ, કેવાં દૃશ્યો સર્જાયાં?
પ્રકાશિત

રાજસ્થાનના અનેક જિલ્લામાં શનિવારે રેતીનું તોફાન આવ્યું, જેના કારણે ઉનાળાના ધોળા દિવસે લોકોએ વાહનોની હેડલાઇટ ચાલુ રાખીને સફર કરવી પડી હતી.

આ તોફાનને કારણે અજમેર, બિકાનેર અને ચુરુ જેવા જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં આકાશ દેખાવાનું બંધ થઈ ગયું હતું.

હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા તથા જરૂર ન હોય, તો બહાર નહીં નીકળવાની ચેતવણી આપી છે.

હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમિયાન રાજસ્થાનના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ અને કરાં પડવાની આગાહી કરી છે.