કચ્છને અડીને આવેલા આ પ્રદેશમાં લોકો દોઢ મહિનાથી પાણી માટે કેમ વલખાં મારે છે?

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પાણી માટે લોકો કેવો સંઘર્ષ કરવા મજબૂર છે? - ગ્રાઉન્ડ રિપોર્ટ
કચ્છને અડીને આવેલા આ પ્રદેશમાં લોકો દોઢ મહિનાથી પાણી માટે કેમ વલખાં મારે છે?
પ્રકાશિત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પાણી માટે લોકો સંઘર્ષ કરવા મજબૂર છે

પાણીના આ તળાવ પર એક સમયે ફક્ત પ્રાણીઓનો અધિકાર હતો.

વરસાદી પાણીથી ભરાતું આ તળાવ આજે માણસોની પણ તરસ છીપાવી રહ્યું છે, કારણ કે છેલ્લા દોઢ મહિનાથી અહીં નહેરનું પાણી પહોંચ્યું નથી.

આ દૃશ્યો નીચલા સિંધના બદીન જિલ્લાના કઢનનાં છે, જે અક્રમ નહેરના છેલ્લા ભાગમાં આવેલું છે. સ્થાનિકો આ પાણીને જ ગાળીને કે ઉકાળીને પીવા મજબૂર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન