You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ક્રિકેટના એ 10 રેકૉર્ડ જે પુરુષો પહેલાં મહિલાઓએ બનાવ્યા
છેલ્લા લગભગ એક મહિનાથી ભારત અને શ્રીલંકામાં મહિલા ક્રિકેટ વર્લ્ડકપ ચાલી રહ્યો છે, જેની રવિવારે ફાઇનલ મૅચ રમાશે.
નવી મુંબઈના ડી વાય પાટીલ સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકાની વુમન્સ ક્રિકેટ ટીમ ટ્રૉફી માટે ટકરાશે. બંનેમાંથી જે કોઈ ટીમ જીતે, મહિલા ક્રિકેટને 'નવી ચૅમ્પિયન ટીમ' મળશે, કારણ કે બંનેમાંથી એક પણ ટીમે અગાઉ ક્યારેય ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો નથી.
એવું માનવામાં આવે છે કે તેના કારણે આ બંને દેશમાં ક્રિકેટ સહિતની રમતો પ્રત્યે મહિલાઓની જાગૃતિ અને આકર્ષણ વધશે તથા રૂઢિચુસ્ત મનાતા સમાજમાં તેની સ્વીકાર્યતા પણ વધશે.
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના રોમાંચક સેમિફાઇનલ પછી આ ટુર્નામેન્ટમાં લોકોની રુચિ વધી છે, ત્યારે જાણો મહિલા ક્રિકેટ અંગેની કેટલીક રસપ્રદ વિગતો. કેટલીક સિદ્ધિઓ અને બાબતો એવી છે કે જે પુરુષ ક્રિકેટ કરતાં પહેલાં વુમન્સ ક્રિકેટમાં ઘટી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન