પંજાબના પૂર્વ ઉપમુખ્ય મંત્રી અને અકાલી દળના અધ્યક્ષ સુખબીરસિંહ બાદલ પર મહારાષ્ટ્રમાં હુમલો – ન્યૂઝ અપડેટ

પંજાબના પૂર્વ ઉપમુખ્ય મંત્રી અને અકાલી દળના અધ્યક્ષ સુખબીરસિંહ બાદલ પર મહારાષ્ટ્રમાં હુમલો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, AN

ઇમેજ કૅપ્શન, સુખબીરસિંહ બાદલ પર હુમલાના સમાચાર મળી રહ્યા છે.
    • લેેખક, બીબીસી ન્યૂઝ
    • દ્વારા રિપોર્ટિંગ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

શિરોમણી અકાલી દળ (બાદલ)ના અધ્યક્ષ અને પંજાબના પૂર્વ ઉપમુખ્ય મંત્રી સુખબીરસિંહ બાદલ પર મહારાષ્ટ્રના નાંદેડમાં હુમલો થયાના સમાચાર મળી રહ્યા છે.

સમાચાર એજન્સી એએનઆઈએ નાંદેડ પોલીસના હવાલાથી જણાવ્યું છે કે હુમલો નાંદેડના એક ગુરુદ્વારામાં થયો હતો. માહિતી અનુસાર, આ ઘટના ગુરુવારે બપોરે 2.15 વાગ્યે બની હતી.

બીબીસી પંજાબી અનુસાર, સુખબીરસિંહ બાદલ પોતાના પરિવાર સાથે નાંદેડ સ્થિત તખ્ત શ્રી હજૂર સાહિબમાં માથું ટેકવા ગયા હતા.

હુમલામાં તેમના હાથમાં ઈજા થઈ છે અને તેમને એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં ફિલ્માવેલાં દૃશ્યો સુખબીરસિંહ બાદલને ઍમ્બ્યુલન્સ દ્વારા હૉસ્પિટલ લઈ જતાં હોય તેવાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

આ વીડિયોમાં સુખબીરસિંહ બાદલ ઍમ્બ્યુલન્સમાંથી ઉતરીને પગપાળા ચાલતા હૉસ્પિટલમાં દાખલ થતા જોવા મળે છે.

તેમના જમણા હાથ પર લાલ કપડું બાંધેલું છે.

માનસૂન સત્રના છેલ્લા દિવસે હોબાળા વચ્ચે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત

સંસદના માનસૂન સત્ર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

સંસદના માનસૂન સત્રના છેલ્લા દિવસે ભારે હોબાળા વચ્ચે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી. માનસૂન સત્રના અંતિમ દિવસે રાજ્યસભા અને લોકસભા, બંનેની કામગીરી અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી.

પરંપરા અનુસાર 'વંદે માતરમ'ના ગાન બાદ પણ સદનની કાર્યવાહી આગળ વધી શકતી નથી. વિરોધ પક્ષના સાંસદોના સતત વિરોધ અને જોરદાર નારેબાજી વચ્ચે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી.

સત્રના સમાપન દરમિયાન સંસદ પરિસરના મકર દ્વાર પર પણ સત્તાપક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે તીવ્ર અથડામણ જોવા મળી. ભાજપ અને વિરોધ પક્ષના સાંસદોએ એકબીજાના વિરોધમાં પ્રદર્શન અને નારેબાજી કરી.

ભાજપના સાંસદોએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યું.

સત્તાપક્ષનો આરોપ હતો કે કૉંગ્રેસે ઝારખંડમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન અંગે કોઈ સ્પષ્ટ વલણ અપનાવ્યું નથી અને રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે મૌન ધારણ કર્યું છે.

તેના જવાબમાં વિરોધ પક્ષના સાંસદોએ પણ જોરદાર નારેબાજી કરી.

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રાહુલ ગાંધીને લઈને કહ્યું, "શું તમે પોતાને અમિત શાહની સમકક્ષ ગણો છો?"

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું કે રાહુલ ગાંધી પોતાની 'મનમાની' કરે છે.

તેમણે કહ્યું, "તેઓ લોકસભામાં વિરોધ પક્ષના નેતા છે અને કહે છે - 'હું પડકાર આપું છું.' તેઓ કઈ બાબતનો પડકાર આપી રહ્યા છે? સંસદીય વ્યવસ્થાની પોતાની એક મર્યાદા હોય છે. શું તમે અમિત શાહ સાથે તેમની તુલના કરશો?"

તેમણે આગળ કહ્યું, "અમિત શાહે કામ કરીને બતાવ્યું છે. કલમ 370 કેવી રીતે દૂર કરવામાં આવી, 35એ કેવી રીતે સમાપ્ત કરવામાં આવી અને સીએએ કેવી રીતે અમલમાં મૂકવામાં આવ્યો, તે તેમણે કરીને બતાવ્યું છે."

"તમે દેશમાં આતંક ફેલાવવા માંગો છો. તમે અર્બન નક્સલની ભૂમિકામાં છો. જો હિંમત હોય તો સંસદીય વ્યવસ્થા મુજબ વાત કરો અને બીજાની વાત પણ સાંભળો. તમે 'હિટ એન્ડ રન' પ્રકારની રાજનીતિ કરો છો."

ગિરિરાજ સિંહે કહ્યું, "અમિત શાહે તેમના બધા ભેદ ખુલ્લા પાડી દીધા છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા પાસે નીટ મુદ્દે ચર્ચા કરવાની હિંમત નથી."

"જ્યારે પેલેટ ગનના મુદ્દા પર ચર્ચા થશે, ત્યારે નીટ ઉપર પણ ચર્ચા થશે. તે દરમિયાન દેશના અન્ય રાજ્યોની પણ ચર્ચા થશે, જેમાં પંજાબ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને ઝારખંડનો પણ સમાવેશ થશે. એટલે તેમનામાં હિંમત નહોતી થઈ."

તેમણે કૉંગ્રેસ પર પણ પ્રહાર કરતાં કહ્યું, "કૉંગ્રેસને શરમ આવવી જોઈએ. ખડગેજી જેવા એટલા વરિષ્ઠ નેતા પણ રાહુલ ગાંધીની 'ચમચાગીરી' કરવામાં લાગેલા છે."

બુધવારે અમિત શાહે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે તેઓ સંસદમાં નીટ મુદ્દે ચર્ચા કરવા અને વિરોધ પક્ષના તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે તૈયાર છે.

ત્યાર બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "અમિત શાહની કલ્પનાઓ સાંભળવામાં મને કોઈ રસ નથી."

રાહુલ ગાંધીએ આગળ પ્રશ્ન કર્યો, "શું અમિત શાહે વિદ્યાર્થીઓ પર ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો? જો આપ્યો હોય, તો તેમણે રાજીનામું આપવું જોઈએ."

લગભગ 30 વર્ષમાં સૌથી અદ્ભુત સૂર્યગ્રહણ ક્યાં જોવા મળ્યું, જુઓ તસવીરો

બ્રિટન અને યુરોપમાં લગભગ 30 વર્ષમાં સૌથી અદભુત સૂર્યગ્રહણ જોવા મળ્યું

ઇમેજ સ્રોત, EPA/Shutterstock

ઇમેજ કૅપ્શન, નેધરલેન્ડ્સના એસ્ટેનથી આંશિક ગ્રહણ દેખાયું

બ્રિટન અને યુરોપના લોકોએ લગભગ 30 વર્ષ પછી આટલું અદ્ભુત સૂર્યગ્રહણ જોયું.

બ્રિટનમાં લોકોએ આંશિક સૂર્યગ્રહણ જોયું. સ્થાનિક સમય મુજબ સાંજે સાત વાગ્યાની આસપાસ ગ્રહણ જોવા મળ્યું હતું.

આ સમયે મોટાભાગના વિસ્તારોમાં ચંદ્રએ સૂર્યના 90 ટકાથી વધુ ભાગને ઢાંકી દીધો હતો.

જોકે, ગ્રીનલૅન્ડ, આઇસલૅન્ડ અને સ્પેનના કેટલાક ભાગોમાં લોકો પૂર્ણ સૂર્યગ્રહણ જોઈ શક્યા.

અહીં દિવસ દરમિયાન સંપૂર્ણ અંધકાર છવાઈ ગયો હતો, જેના કારણે લોકો આ અદ્ભુત દૃશ્યનો અનુભવ કરી શક્યા.

બ્રિટન અને યુરોપમાં લગભગ 30 વર્ષમાં સૌથી અદભુત સૂર્યગ્રહણ જોવા મળ્યું

ઇમેજ સ્રોત, PA Media

બ્રિટન અને યુરોપમાં લગભગ 30 વર્ષમાં સૌથી અદભુત સૂર્યગ્રહણ જોવા મળ્યું

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, બુધવારે ઉત્તર સ્પેનના રેઈનોસા શહેર નજીક સૂર્યગ્રહણ દરમિયાન ચંદ્રે સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દીધો હતો.
બ્રિટન અને યુરોપમાં લગભગ 30 વર્ષમાં સૌથી અદભુત સૂર્યગ્રહણ જોવા મળ્યું

ઇમેજ સ્રોત, Ina Fassbender/AFP/Getty Images

ઇમેજ કૅપ્શન, 50 વર્ષમાં સૌથી શ્રેષ્ઠ આંશિક ગ્રહણ જોવા માટે લોકો જર્મનીના હર્ટેન શહેરમાં એકઠા થયા હતા.
બ્રિટન અને યુરોપમાં લગભગ 30 વર્ષમાં સૌથી અદભુત સૂર્યગ્રહણ જોવા મળ્યું

ઇમેજ સ્રોત, EPA/Shutterstock

ઇમેજ કૅપ્શન, બુધવારે દેખાયેલા સૂર્યગ્રહણ કરતાં હજુ પૂર્ણ સૂર્યગ્રહણ જોવા માટે બ્રિટને દાયકાઓ રાહ જોવી પડશે.
બ્રિટન અને યુરોપમાં લગભગ 30 વર્ષમાં સૌથી અદભુત સૂર્યગ્રહણ જોવા મળ્યું

ઇમેજ સ્રોત, Alex Burstow/Arsenal FC via Getty Images

લદ્દાખ: સવારે છ વાગે 5.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

લદ્દાખ: સવારે છ વાગે 5.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ઇમેજ સ્રોત, Getty Images

વહેલી સવારે લદાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, લદ્દાખના લેહ વિસ્તારમાં ગુરુવારે સવારે 6:05 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.

નૅશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી (એનસીએસ)ના એક નિવેદન મુજબ, ગુરુવારે વહેલી સવારે લદ્દાખના લેહમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.

રિક્ટર સ્કેલ પર 5.5ના ભૂકંપથી અચાનક ધરતી ધ્રૂજી ઊઠતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આંચકા અનુભવાતા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા.

એએનઆઈ અનુસાર, સવારે છ વાગે આવેલા આ ભૂકંપમાં હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન