અતિશય ગરમીને લીધે ચામાચીડિયું નીચે પટકાયું
અતિશય ગરમીને લીધે ચામાચીડિયું નીચે પટકાયું
પ્રકાશિત
ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં એક ચામાચીડિયું જમીન ઉપર પટકાયું હતું. આ ઘટના ડિસ્ટ્રિક્ટ કોર્ટ કમ્પાઉન્ડમાં ઘટી ત્યારે કેટલાક વકીલ ત્યાં હાજર હતા.
ચામાચીડિયું ગરમીને કારણે નીચે પડી ગયું હશે તેવું માનીને કેટલાક વકીલોએ તેને પાણી પીવડાવ્યું તથા તેની ઉપર પાણી છાંટ્યું હતું.
વકીલ રાજકુમારસિંહ પણ ત્યાં હાજર હતા. તેમણે બીબીસી હિંદીને જણાવ્યું કે ચામાચીડિયાને આવી સ્થિતિમાં જોઈને અમે તેને પાણી પીવડાવવાનો પ્રયાસ કર્યો.
થોડી વાર પછી તે ફરી ઝાડ પર પહોંચી ગયું હતું.

ઇમેજ સ્રોત, UGC
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



