ઇન્સ્ટાગ્રામમાં નવું આવેલું ઇન્સ્ટન્સ ફિચર હઠાવવા શું કરશો?

ઇન્સ્ટાગ્રામમાં નવું આવેલું ઇન્સ્ટન્સ ફિચર હઠાવવા શું કરશો?
પ્રકાશિત

ઇન્સ્ટાએ નવું ફિચર લૉન્ચ કર્યું છે, નામ આપ્યું છે ઇન્સ્ટા ઇન્સ્ટન્સ. શું આ ફિચર, કામ કેવી રીતે કરે છે અને સૌથી મોટી વસ્તું, કેટલાક લોકોને તે નથી ગમી રહ્યું તો તેને હટાવશો કેવી રીતે?

તો તેના નામ પ્રમાણે જ આ ફિચર છે. તમારે કંઈ વસ્તુ ઇન્સ્ટન્સ શૅર કરવા માટે આ ફિચર છે. જેમાં માત્ર એક ક્લિકથી જ તમારો ફોટો કે તમે જે પણ શૅર કરવા માગતા હશો તે શૅર થઈ જશે.

તેમાં માત્ર એક જ ઑપ્શન મળે છે અને તે છે કૅમેરા ફ્લિપનો. આ સિવાય સ્ટોરીની જેમ ફિલ્ટર, ઇફેક્ટ કે મ્યૂઝીકનો કોઈ ઑપ્શન નથી.

સાઇડમાં જે રાઉન્ડ જેવું દેખાય છે ત્યાં તમને તમે જે ઇન્સ્ટન્સ શૅર કર્યા છે તે દેખાઈ જશે. અને લોકોએ આપેલા રિઍક્શન પણ તમને અહીં દેખાઈ જશે.

હવે સવાલ એ છે કે તમારે ઇન્સ્ટામાં આ ફિચર જોઈતુ જ નથી. તો શું કરશો તો તેને હટાવવાનો પણ ઑપ્શન છે?

જાણો આ અહેવાલમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન