અમદાવાદ: જગન્નાથ મંદિરમાં રોજના 200 કિલો લોટના માલપુડા કેવી રીતે બને છે?
અમદાવાદ: જગન્નાથ મંદિરમાં રોજના 200 કિલો લોટના માલપુડા કેવી રીતે બને છે?
પ્રકાશિત
અમદાવાદના જગન્નાથ મંદિરમાં માલપુઆ અને દૂધપાકનો પ્રસાદ ખૂબ જ પ્રખ્યાત છે. આ મંદિરમાં ભગવાન જગન્નાથજી માટે માલપુડા વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવે છે.
સૌથી પહેલા પાણીમાં ગોળ નાખીને મિક્સ કર્યા પછી તેમાં જાડો લોટ ઉમેરવામાં આવે છે.
ત્યારબાદ તેમાં વરિયાળી અને કાળા મરી ઉમેરીને ઘીમાં માલપુડા બનાવવામાં આવે છે. એક માલપુડાનું સરેરાશ વજન 50 થી 60 ગ્રામ હોય છે.
એવું કહેવાય છે કે મંદિરમાં વર્ષ 1878થી આ પરંપરા ચાલુ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



