કચ્છના ખેડૂતે તૈયાર કરેલી આ ખાસ ખારેક વરસાદમાં પણ કેમ નથી બગડતી?
કચ્છના ખેડૂતે તૈયાર કરેલી આ ખાસ ખારેક વરસાદમાં પણ કેમ નથી બગડતી?
પ્રકાશિત
કચ્છના મુંદ્રાના ઝરપરા ગામના ખેડૂત મેઘરાજ બારોટે ખજૂરના એક ઠળિયામાંથી અલગ જાતની ખજૂરીનો છોડ તૈયાર કર્યો હતો. આ ખજૂરીની ખારેક વધુ મીઠી હતી અને વરસાદમાં પણ તેના ફળ ઓછાં ખરતાં કે ફાટતાં હતાં. તેમણે દીકરી સોનલના નામ પરથી આ ખજૂરીનું નામ ‘સોના’ રાખ્યું અને 2009માં વૈજ્ઞાનિકોને તેની જાણ કરી. બાદમાં સંશોધન શરૂ થયું અને 2010માં ખાનગી કંપનીએ ટીસ્યૂ કલ્ચર ટૅક્નૉલૉજીથી ‘સોના’ ખજૂરીના રોપા તૈયાર કરવાનું શરૂ કર્યું.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



