You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વૉટ્સઍપનું નવું ફીચર : ફોન નંબર શૅર કર્યા વગર પણ યુઝર્સ હવે એકબીજા સાથે વાતચીત કરી શકશે
વૉટ્સઍપ વિશ્વભરમાં તેના ત્રણ અબજ યુઝર્સને તેમનાં એકાઉન્ટ્સ માટે યુઝરનેમ પસંદ કરવાની સુવિધા આપી રહ્યું છે.
આ ફેરફારનો હેતુ પ્રાઇવસી વધારવાનો છે, જેથી લોકો તેમના ફોન નંબર શૅર કર્યા વિના પ્લૅટફૉર્મ પર એકબીજા સાથે જોડાઈ શકે.
મેટા પ્લૅફૉર્મ્સની માલિકીના વૉટ્સઍપે જણાવ્યું કે લોકો સોમવારથી તેમના યુનિક યુઝરનેમ રિઝર્વ રાખી શકશે. કંપનીનો પ્લાન આ ફીચર વર્ષના અંત સુધી સક્રિય રાખવાનો છે.
વૉટ્સઍપનાં હેડ ઑફ પ્રોડક્ટ ઍલિસ ન્યૂટન-રેક્સે જણાવ્યું હતું કે યુઝરનેમ ફીચર લોકોને તેમના ફોન નંબર કોણ જોઈ શકે છે તેના પર વધુ નિયંત્રણ આપશે. ખાસ કરીને જ્યારે તેઓ નવા લોકો સાથે જોડાતા હોય કે ગ્રૂપ ચૅટમાં જોડાતા હોય.
કંપનીએ આ ફીચરને પ્રાઇવસીના સંદર્ભમાં એક મોટું અપગ્રેડ ગણાવ્યું છે.
ઍલિસ ન્યૂટન-રેક્સે કહ્યું, "જ્યારે તમે કોઈ નવી વ્યક્તિને મળો છો, પછી ભલે તે ક્લાસમેટ હોય, પાડોશી હોય અથવા કોઈ કાર્યક્રમમાં મળેલી વ્યક્તિ હોય. ત્યારે તેની સાથે તમારો ફોન નંબર શૅર કરવો એ એક મોટું પગલું લાગે છે."
આ ફીચર વૉટ્સઍપના હરીફ સિગ્નલ મૅસેજિંગ ઍપ્લિકેશન્સ જેવી જ છે, જેમ કે સિગ્નલ, જ્યાં લોકો ફોન નંબરને બદલે યુઝરનેમનો ઉપયોગ કરીને વાતચીત શરૂ કરી શકે છે.
જોકે, યુઝરનેમ સામાન્ય રીતે સોશિયલ નેટવર્કિંગ પ્રોફાઇલ્સ સાથે સંકળાયેલાં હોય છે. ન્યૂટન-રેક્સે જણાવ્યું હતું કે વૉટ્સઍપનું આ સંસ્કરણ મુખ્યત્વે પ્રાઇવસી ટૂલ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉદાહરણ તરીકે, યુઝર્સ કોઈ યુઝરનેમ ડિરેક્ટરી બ્રાઉઝ કરી શકશે નહીં. સંપર્ક શરૂ કરવા માટે અન્ય વ્યક્તિનું ચોક્કસ યુઝરનેમ જાણવું જરૂરી રહેશે.
તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝરનેમ પણ રિઝર્વ રાખી શકો છો
નકલી ઓળખ અને ઑનલાઇન છેતરપિંડી અટકાવવા માટે, વૉટ્સઍપે રિઝર્વેશન સમયગાળા દરમિયાન તેમનાં મૂળ યુઝરનેમ માટે હાલના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝરનેમ અનામત રાખ્યાં છે.
ન્યૂટન-રેક્સે જણાવ્યું હતું કે જાહેર જીવનમાં કામ કરતી હસ્તીઓ, સેલિબ્રિટીઓ અને સરકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા કેટલાક હાઇ-પ્રોફાઇલ યુઝરનેમ કાયમી ધોરણે સુરક્ષિત રાખવામાં આવશે જેથી છેતરપિંડી કરનારાઓ તેનો ઉપયોગ ન કરી શકે.
"અમે આને ત્યારે જ સફળ માનીશું જ્યારે લોકોને વૉટ્સઍપ પર સુરક્ષિત અનુભવ કરાવવાનો વધુ એક રસ્તો દેખાય. જો તેઓ ઇચ્છે તો તેઓ પોતાનો ફોન નંબર ખાનગી રાખી શકે છે અને ઇચ્છે તો નવા લોકો સાથે જોડાઈ શકે."
વૉટ્સઍપે તેના બ્લૉગ પોસ્ટમાં લખ્યું, "ધારો કે તમે તમારા બાળકની ફૂટબૉલ ટીમનાં માતાપિતાના ગ્રૂપમાં જોડાવા માંગો છો, પરંતુ તમે તમારો ફોન નંબર એવા લોકોને આપવા માંગતા નથી જેમને તમે ક્યારેય મળ્યા નથી."
આ કારણોસર, વૉટ્સઍપ યુઝરનેમ ફીચર લાવી રહ્યું છે.
વૉટ્સઍપ પર ત્રણ અબજથી વધુ યુઝર્સ છે, તેથી ઘણાં નામો સમાન હોઈ શકે છે.
આ કારણોસર, કંપનીએ સૌપ્રથમ રિઝર્વેશન શરૂ કર્યું છે, જેથી દરેકને પોતાની પસંદગીનું યુઝરનેમ રાખવાની તક મળે.
મોટાભાગના લોકો માટે, વૉટ્સઍપ યુઝરનેમ એવું હોવું જોઈએ જે યુનિક હોય તો ફક્ત તે લોકો માટે જ જાણીતું હોવું જોઈએ જેમની સાથે તેઓ કનેક્ટ થવા માંગે છે.
જો તમને યુઝરનેમ પસંદ કરવામાં મુશ્કેલી પડી રહી હોય તો વૉટ્સઍપ યુઝરનેમ જનરેટર પણ આપે છે. આ સુવિધા તમારા માટે યોગ્ય યુઝરનેમ સૂચવવામાં મદદ કરશે.
વૉટ્સઍપે કહ્યું, "કન્ટેન્ટ ક્રિએટર્સ, નાનાં વ્યવસાયો અને સંસ્થાઓ ઘણીવાર તેમની ઑનલાઇન ઓળખને સુસંગત રાખવા માંગે છે. એટલા માટે તેમને વૉટ્સઍપ પર તેમના હાલના ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક યુઝરનેમનો દાવો કરવાનો વિકલ્પ આપવામાં આવે છે."
"યુઝરનેમ ફીચર વૉટ્સઍપને વધુ ખાનગી બનાવવાની દિશામાં એક નવું પગલું છે."
ત્યાં કોઈ ડિરેક્ટરી રહેશે નહીં અને કોઈ સૂચનો દેખાશે નહીં.
પહેલી વાર કોઈનો સંપર્ક કરવા માટે, બીજાં યુઝરનેમને તમારું ચોક્કસ યુઝરનેમ જાણવાની જરૂર પડશે.
તમારાં યુઝરનેમનો ઉપયોગ કરીને કોણ તમારો સંપર્ક કરી શકે છે તે નિયંત્રિત કરવા માટે, વૉટ્સઍપ એ એક વૈકલ્પિક યુઝરનેમ પણ રજૂ કર્યું છે. જે લોકો આ યુઝરનેમ જાણે છે તેઓ જ તમને મૅસેજ કરી શકશે.
એકવાર આ ફીચર લૉન્ચ થઈ ગયા પછી, જો તમે કોઈ વ્યક્તિ કે બિઝનેસને પહેલી વાર મૅસેજ કરો છો, તો જો તમે તમારું યુઝરનેમ સક્રિય કર્યું હોય, તો તેઓ તમારો ફોન નંબર જોઈ શકશે નહીં.
યુઝરનેમ રિઝર્વ રાખવામાં ફક્ત થોડીક સેકન્ડ લાગશે.
આ માટે, તમારે વૉટ્સઍપના નવીનતમ સંસ્કરણ પર જવું પડશે અને સેટિંગ્સ > એકાઉન્ટ > યુઝરનેમ પર જવું પડશે.
વૉટ્સઍપે આ ફીચર રૉલઆઉટ કરી દીધું છે.
વૉટ્સઍપ યુઝરનેમ સંબંધિત મહત્ત્વપૂર્ણ બાબતો
યુઝરનેમ એ તમારા ફોન નંબરનો વિકલ્પ છે, જે લોકોને તમને શોધવા અને મૅસેજ કરવાની મંજૂરી આપે છે.
યુઝરનેમ સાથે એક વૈકલ્પિક ચાર-અંકનો સુરક્ષા કોડ પણ હશે, જે પહેલી વાર યુઝર્સ માટે વધારાના સુરક્ષા સ્તર તરીકે કામ કરશે.
યુઝરનેમ એક હૅન્ડલ તરીકે કાર્ય કરે છે.
તમે તેને અન્ય લોકો સાથે શૅર કરી શકો છો જેથી તેઓ તમારો ફોન નંબર જાણ્યા વિના તમને વૉટ્સઍપ પર શોધી શકે અને સંપર્ક કરી શકે.
વૉટ્સઍપ પર કોઈ પબ્લિક ડિરેક્ટરી નહીં હોવાથી, તમારો સંપર્ક કરવા માટે કોઈને તમારું ચોક્કસ યુઝરનેમ જાણવાની જરૂર પડશે.
આ સુરક્ષા કોડ પિનની જેમ કામ કરશે.
જો તમે આ ચાલુ કરશો, તો કોઈ અજાણી વ્યક્તિ ફક્ત તમારું યુઝરનેમ જાણીને તમને મૅસેજ નહીં કરી શકે.
પહેલી વાર તમારો સંપર્ક કરવા માટે તેમને તમારા યુઝરનેમ અને તમારા ચાર-અંકના સુરક્ષા કોડ બંનેની જરૂર પડશે.
જો તમે આ સુરક્ષા કોડ ચાલુ કરો છો, તો જે લોકોએ તમને પહેલાં ક્યારેય મૅસેજ મોકલ્યો નથી, તેમને પહેલી વાર તમારો સંપર્ક કરવા માટે તમારા યુઝરનેમ અને સિક્યૉરિટી કોડ બંનેની જરૂર પડશે.
જ્યારે તમે ઇચ્છો છો કે કોઈ નવી વ્યક્તિ તમારો સંપર્ક કરે, ત્યારે તમે તમારું યુઝરનેમ અને સુરક્ષા કોડ બંને શૅર કરી શકો છો.
આ યુઝરનેમ સુરક્ષા કોડ ફક્ત તે લોકો માટે જ જરૂરી રહેશે જેઓ પહેલી વાર તમારા યુઝરનેમનો ઉપયોગ કરીને તમારો સંપર્ક કરી રહ્યા છે.
આ લોકોને તમારા પિનની જરૂર રહેશે નહીં
આ લોકોને તમારો સંપર્ક કરવા માટે યુઝરનેમની જરૂર રહેશે નહીં.
જે લોકોએ તમારો ફોન નંબર પહેલેથી જ સેવ કર્યો છે.
જે લોકો સાથે તમે પહેલાં ચૅટ કરી છે.
જે તમારી સાથે જોઇન્ટ ગ્રૂપમાં છે.
તમારો કયુઆર કોડ કોણે સ્કૅન કર્યો છે.
તમે પહેલા જેને મૅસેજ કર્યો છે
જો તમે યુઝરનેમ બનાવવા માંગતા હો, તો તમારે તમારા મોબાઇલ દ્વારા કરી શકશો.
તમે તમારા યુઝરનેમ કી માટે એક યુનિક કોડ જાતે પસંદ કરી શકતા નથી. વૉટ્સઍપ તેને જાતે જનરેટ કરશે.
જો તમે ઇચ્છો, તો તમે 'ગેટ આ ડિફરન્ટ કી' વિકલ્પ પર ટેપ કરીને નવી કી જનરેટ કરી શકો છો.
યુઝરનેમ કી સંપૂર્ણપણે વૈકલ્પિક છે. તમે ગમે ત્યારે તમારી કી ઉમેરી અને બદલી અને હટાવી પણ શકો છો.
જો તમે તમારા વૉટ્સઍપ એકાઉન્ટને એવા મેટા એકાઉન્ટ સાથે લિંક કર્યું છે જે બતાવે છે કે તમારી ઉંમર 18 વર્ષથી ઓછી છે તો તમારી ગોપનીયતાને સુરક્ષિત રાખવા માટે યુઝરનેમ કી ડિફોલ્ટ રૂપે ચાલુ રહેશે.
જોકે, તમે તેને ગમે ત્યારે બદલી શકો છો.
યુઝરનેમ બનાવવાથી તમારી હાલની ચૅટ પર કોઈ અસર થશે નહીં.
જે લોકો સાથે તમે પહેલાથી જ ચૅટ કરી ચૂક્યા છો તેઓ હજુ પણ કી વગર તમને મૅસેજ મોકલી શકે છે.
જો કોઈની પાસે તમારી કી ન હોય અને તે તમારા યુઝરનેમનો ઉપયોગ કરીને તમારા સુધી પહોંચી ન શકે તો તમને કોઈ સૂચના પ્રાપ્ત થશે નહીં.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન