26 વર્ષે ભાખરા નહેરમાંથી વાન મળી, શું રહસ્યો ખૂલ્યાં?

26 વર્ષે ભાખરા નહેરમાંથી વાન મળી, શું રહસ્યો ખૂલ્યાં?
પ્રકાશિત

આ વાન આજથી 26 વર્ષ પહેલાં નહેરમાં ડૂબી ગઈ હતી. ઑક્ટોબર-2000માં ત્રણ મિત્ર સુરજીતસિંહ, મુન્નીલાલ, તેજરામ, અને સુરજીતસિંહના વર્ષનાં દીકરા કાલુનું મૃત્યુ થઈ ગયું હતું.

કમલપ્રીત સૈની નામના ડૂબકીમારે નહેરમાંથી આ વાનનો પતો લગાવ્યો, પહેલાં તો વેનને દોરડાથી બાંધીને હાથેથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમાં સફળતા ન મળી એટલે જેસીબીને કામે લગાડવામાં આવ્યું.

પાણીમાંથી વાન બહાર આવી, એ સાથે જ 26 વર્ષ પહેલાં પોતાના સ્વજનને ગુમાવનારા પરિવારોનું દર્દ ફરી તાજું થઈ ગયું હતું.

મુન્નીલાલના દીકરા દેવેન્દ્ર કુમાર કહે છે કે જ્યારે તેમના પિતાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો, ત્યારે 26 વર્ષે પહેલી વખત પોતાના પિતાને જોયા અને તેઓ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા.

સીતાદેવી કહે છે કે તેમના પતિ મુન્નીલાલને શોધવા માટે પરિવારે પુષ્કળ પૈસા ખર્ચ્યા હતા અને ઠેર-ઠેરથી ડૂબકીમારોને બોલાવ્યા હતા, પરંતુ મુન્નીલાલનો કોઈ અતોપતો નહોતો મળ્યો. છેવટે, તેમના મોતના સમાચાર મળ્યા હતા.

પોલીસનું કહેવું છે કે જ્યારે કોઈ કેસમાં અજૂગતું બન્યું હોવાની શંકા જાય, ત્યારે તપાસ હાથ ધરવામાં આવે છે, પરંતુ આ અકસ્માતમાં કંઈ ખોટું બન્યું હોવાનું પહેલી નજરે નથી જણાતું.

હવે, 26 વર્ષ બાદ પરિવારજનોએ મૃતકની અંતિમવિધિ કરી છે અને એક ઇંતેજારનો અંત આવ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન