ICC Women World Cup અને મહિલા ખેલાડીઓ વિશે લોકો કેટલું જાણે છે?

ICC Women World Cup અને મહિલા ખેલાડીઓ વિશે લોકો કેટલું જાણે છે?
પ્રકાશિત

મહિલા વન-ડે વર્લ્ડકપની 13મી આવૃત્તિ 30 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે.

ભારત આ ટુર્નામેન્ટનું આયોજન કરશે, પરંતુ પાકિસ્તાનની બધી મૅચ શ્રીલંકાના કોલંબોમાં રમાશે.

આ ટુર્નામેન્ટમાં 2 નવેમ્બર સુધી આઠ ટીમ વચ્ચે 31 મૅચ રમાશે.

મહિલા ક્રિકેટમાં ઑસ્ટ્રેલિયાનું વર્ચસ્વ હંમેશા સ્પષ્ટ રહે છે, અને વન ડે વર્લ્ડકપ પણ તેમાં અપવાદ નથી.

દર ચાર વર્ષે યોજાતી આ ટુર્નામેન્ટ પહેલી વાર 1973માં રમાઈ હતી, જ્યારે ઇંગ્લૅન્ડે જીત મેળવી હતી. પરંતુ ત્યારથી, ઑસ્ટ્રેલિયા સાત વખત આ ટુર્નામેન્ટ જીતી ચૂક્યું છે અને વર્તમાન ચૅમ્પિયન છે.

ઇંગ્લૅન્ડે કુલ ચાર વખત અને ન્યુઝીલૅન્ડે એક વખત વર્લ્ડકપ જીત્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન