સર્ફિંગ કરતા યુવકો પાછળ શાર્ક પડી અને પછી...

વીડિયો કૅપ્શન, સર્ફિંગ કરનારા પાછળ શાર્ક પડી અને પછી..
સર્ફિંગ કરતા યુવકો પાછળ શાર્ક પડી અને પછી...

ટેવિસ અને રોન નામના યુવાનો અમેરિકાના કૅલિફોર્નિયાના દરિયાકિનારે મોજથી સર્ફિંગ કરી રહ્યા હતા.

ત્યારે જ લગભગ દસેક ફૂટની શાર્ક ત્યાં આવી ચડી અને રોનની પાછળ પડી ગઈ.

રોનને એવું લાગી રહ્યું હતું કે આજે તો ખેલ ખતમ. તેઓ ખૂબ જ ઝડપથી સર્ફિંગ કરવા માંડ્યા.

ટેવિસના મોઢામાંથી પણ બધા પ્રકારના શબ્દો નીકળી રહ્યા હતા.

લગભગ એક કિલોમીટર સુધી શાર્કે રોનનો પીછો કર્યા બાદ તે પાછી વળી ગઈ.

ટેવિસે તેમની યૂટ્યૂબ પોસ્ટમાં લખ્યું, "શાર્ક ખરેખર કૂલ હોય છે, જો તમે એને છંછેડો નહીં, તો એ પણ તમને હેરાન નહીં કરે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, Getty Images