દિલ્હી : ઇમારતમાં લાગી ભીષણ આગ

દિલ્હી : ઇમારતમાં લાગી ભીષણ આગ

દિલ્હીના શાહદરા વિસ્તારમાં એક ચાર માળની ઇમારતમાં રવિવારે સવારે ભીષણ આગ લાગી હતી.

સ્થાનિક સિટી કાઉન્સિલરે જણાવ્યું હતું કે અકસ્માત બાદ નવ લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

બચાવ અને આગ બુઝાવવાની કામગીરી દરમિયાન બિલ્ડિંગમાંથી 10-15 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

શાહદરાના ડીસીપી રાજેન્દ્ર પ્રસાદ મીણાએ જણાવ્યું હતું કે, સવારે 4 વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી. ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. અહીંથી 3-4 મૃતદેહો મળી આવ્યા છે.

સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર પંકજ લુથરાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં નવ મૃતદેહો મળી આવ્યા હોવાની પુષ્ટિ થઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન