ગુજરાતી ભાષામાં ફારસી શબ્દો

ગુજરાતી ભાષામાં ફારસી શબ્દો

આપણે રોજબરોજની વાતચીતમાં 'તાલુકો', 'મહેમાન', 'ઝનૂન', 'ફરિયાદ' જેવા શબ્દો વાપરીએ છીએ.પરંતુ તમને ખ્યાલ છે કે આવા અનેક શબ્દો મૂળ ગુજરાતી ભાષાના નથી. આ શબ્દોનું મૂળ ફારસી ભાષામાં છે.

ઈરાનની સત્તાવાર ભાષા ફારસી ગુજરાતી સાથે કેવી રીતે ભળી ગઈ અને આજ સુધી તેનો પ્રભાવ કેવી રીતે જોવા મળે છે?

ગુજરાત અને ઈરાનના સદીઓ જૂના અનેક સંબંધોમાંથી એક મધુર સંબંધ ફારસી ભાષા સાથેનો રહ્યો છે.

ગુજરાતમાં સલ્તનતકાળ અને મુઘલકાળ દરમિયાન દરબારી ભાષા તરીકે પાંચ-છ સદી સુધી ફારસી ભાષાનો દબદબો રહ્યો હતો. જોકે, એ સલ્તનતકાળ પહેલાંથી જ ગુજરાતમાં ફારસી ભાષાનો ઘણો ઉપયોગ થતો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન