BBC ISWOTY: ભારતનાં નવોદિત શૂટર સુરુચિસિંહ કોણ છે?

વીડિયો કૅપ્શન, BBC ISWOTY : Suruchi Singh 10 મીટર ઍર પિસ્તોલના ચૅમ્પિયન ખેલાડી
BBC ISWOTY: ભારતનાં નવોદિત શૂટર સુરુચિસિંહ કોણ છે?
પ્રકાશિત

સુરુચિ ભારતનાં શૂટિંગ ક્ષેત્રમાં એક ઊભરતાં સ્ટાર છે, જેઓ મહિલાઓની 10 મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટમાં નિષ્ણાત છે.

હરિયાણાના ઝજ્જર જિલ્લામાં જન્મેલાં સુરુચિએ 13 વર્ષની ઉંમરે તેમની શૂટિંગ યાત્રા શરૂ કરી.

સતત શ્રેષ્ઠ પ્રદર્શન અને જીત સાથે સુરુચિ શૂટિંગમાં આશાસ્પદ ચહેરા તરીકે ઊભરી આવ્યાં છે.

સુરુચિએ 2024માં નવી દિલ્હીમાં શૂટિંગ નૅશનલમાં સાત ગોલ્ડ મેડલ જીતીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

સુરુચિએ મ્યુનિક, લિમા અને બ્યુનોસ આયર્સ એમ ત્રણેય આઇએસએસએફ વર્લ્ડકપ ઇવેન્ટમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યા છે.

એક નજર કરીએ બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ઇયર 2025ના નૉમિની ખેલાડી સુરુચિસિંહના જીવન તથા તેમની સ્પૉર્ટ્સ કૅરિયર ઉપર.

સુરુચિ સિંહ, શૂટર, ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ ઈયર, બીબીસી ગુજરાતી,
ઇમેજ કૅપ્શન, શૂટર્સ તૈયાર કરવાનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવતા રાજ્ય હરિયાણામાંથી આવતાં સુરુચિસિંહ 2024માં નૅશનલ શૂટિંગ ચૅમ્પિયનશિપમાં સાત સુવર્ણ ચંદ્રકો જીતીને સમાચારોમાં છવાઈ ગયાં હતાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન