You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : એ ગામ જ્યાં દરિયો આગળ વધતા લોકો વારંવાર પોતાનું જ ઘર તોડવા મજબૂર
ગુજરાત : એ ગામ જ્યાં દરિયો આગળ વધતા લોકો વારંવાર પોતાનું જ ઘર તોડવા મજબૂર
પ્રકાશિત
વલસાડ જિલ્લાના નાની દાંતી ગામના લોકો કેટલાય દાયકાઓથી સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
અરબી સમુદ્રના કિનારે આવેલા આ ગામમાં દરિયો સતત આગળ વધી રહ્યો છે. તેના કારણે આ ગામનાં કેટલાંય મકાનો અને ખેતરો અત્યાર સુધીમાં દરિયામાં ડૂબી ગયાં છે.
ગ્રામજનોનું કહેવું છે કે એક સમયે દરિયો તેમના ગામથી ઘણો દૂર હતો, પરંતુ ધીમે-ધીમે તેની સપાટી વધી રહી છે અને દરિયો આગળ આવતો જાય છે.
કેટલાક લોકોએ તો બે-ચાર વખત મકાનો પણ બાંધવા પડ્યાં છે, પરંતુ દર વખતે તેમણે ઘર છોડીને સલામત સ્થળે જવું પડ્યું છે.
સરકારે આના વિશે શું કર્યું છે, જાણો આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન