'સોનાને અને દેશપ્રેમને કંઈ લેવાદેવા નથી' સોનું નહીં ખરીદવાની પીએમ મોદીની અપીલ વિશે સુરતના લોકો શું બોલ્યા?

'સોનાને અને દેશપ્રેમને કંઈ લેવાદેવા નથી' સોનું નહીં ખરીદવાની પીએમ મોદીની અપીલ વિશે સુરતના લોકો શું બોલ્યા?
પ્રકાશિત

રવિવારે સિકંદરાબાદ ખાતે પોતાના ભાષણમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીયોને પેટ્રોલ અને ડીઝલમાં કરકસર કરવા, શક્ય હોય એટલું વર્ક-ફ્રૉમ-હોમ અપનાવવા, એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવા, અને એક વર્ષ સુધી રસોઈ માટેનું તેલ ઓછું વાપરવાની સાથે આ સમયગાળા દરમિયાન લોકોને વિદેશયાત્રા ટાળવાની પણ અપીલ કરી હતી.

ત્યારે દેશનું ડાયમંડ હબ ગણાતા સુરતના લોકોએ પીએમ મોદીની અપીલ ઉપર પ્રતિક્રિયા આપી છે. બીજી બાજુ, ભારતે સોના અને ચાંદીની આયાત ઘટાડવા માટે તેની ઉપરની ડ્યૂટીને છ ટકાથી વધારીને પંદર ટકા કરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન