સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર કડાકાનું કારણ શું છે?

સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર કડાકાનું કારણ શું છે?
પ્રકાશિત

હોર્મુઝની સામુદ્રધુનીનો માર્ગ બંધ હતો તે દરમિયાન ઑઇલ અને સોના-ચાંદીના ભાવ રેકૉર્ડ લેવલે પહોંચી ગયા પછી હવે તેમાં ઝડપી ઘટાડો નોંધાયો છે.

બુધવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ સાત મહિનાના તળિયે પહોંચી ગયો હતો.

તેવી જ રીતે જાન્યુઆરી પછી ચાંદીનો ભાવ પણ અડધો થઈ ગયો છે. હાલમાં બંને ધાતુઓના ભાવ નવેમ્બર પછી સાત મહિનાના તળિયે છે.

ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ ઍસોસિયેશન(IBJA)ની વેબસાઈટ પ્રમાણે ગુરુવારે 99.9 શુદ્ધતાના 10 ગ્રામ સોનાનો ભાવ 1.40 લાખ રૂપિયા હતો જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 2.15 લાખ ચાલતો હતો.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન