અફઘાનિસ્તાન : વિરોધપ્રદર્શનમાં ભાગ લેનારાં મહિલાઓ પર તાલિબાને ગોળીબાર કર્યો
અફઘાનિસ્તાન : વિરોધપ્રદર્શનમાં ભાગ લેનારાં મહિલાઓ પર તાલિબાને ગોળીબાર કર્યો
પ્રકાશિત
આ વિરોધપ્રદર્શન હેરાતમાં કડક ઇસ્લામિક ડ્રેસ કોડનું ઉલ્લંઘન કરવાનાં આરોપી મહિલાઓની અટકાયતના અહેવાલો પછી થયું હતું.
બીબીસીની અફઘાન ફોરેન્સિક ટીમને મોકલવામાં આવેલા ફૂટેજમાં, કેટલાક પ્રદર્શનકારીઓ "શિક્ષણ, કામ અને આઝાદી" ના નારા લગાવતા સાંભળી શકાય છે.
મેડિક્સે બીબીસીને જણાવ્યું હતું કે બે લોકોનાં મોત થયાં હતાં, પરંતુ કેવી રીતે તે સ્પષ્ટ કર્યું નથી.
હેરાત પોલીસે કોઈ મોત થયું હોવાનો ઇન્કાર કર્યો હતો, જોકે, સ્વીકાર્યું હતું કે તેઓએ વિરોધ પ્રદર્શનનો જવાબ આપ્યો હતો.
બીબીસીને જણાવ્યું હતું કે અધિકારીઓએ "સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જાહેર વ્યવસ્થા જાળવવા માટે પગલાં લીધાં છે".

ઇમેજ સ્રોત, BBC News Afghan
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



