ગુજરાતમાં વરસાદની આગાહી, હવે કયા જિલ્લામાં વરસાદ પડશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં વરસાદની આગાહી, હવે ક્યારથી અને કયા જિલ્લામાં વરસાદ પડશે?
ગુજરાતમાં વરસાદની આગાહી, હવે કયા જિલ્લામાં વરસાદ પડશે?
પ્રકાશિત

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે.

ખાસ કરીને 8થી 10 તારીખ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ વધશે.

9 અને 10 તારીખે ગુજરાત રીજન અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે હવામાન વિભાગ દ્વારા યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

વાવણી કરનાર ખેડૂતો માટે આ વરસાદ ફાયદાકારક બની શકે છે.

અહેવાલ - દીપક ચુડાસમા

Gujarat rain, Monsoon, ગુજરાત, બીબીસી ગુજરાતી, ચોમાસું, ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, Getty

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન