સોનું ન ખરીદવાની અપીલ અંગે મહિલાઓ શું બોલ્યાં?

વીડિયો કૅપ્શન, 'એક વર્ષ સુધી સોનું ના ખરીદો', વડા પ્રધાનની અપીલ બાદ ગુજરાતનાં મહિલાઓએ શું કહ્યું?
સોનું ન ખરીદવાની અપીલ અંગે મહિલાઓ શું બોલ્યાં?
પ્રકાશિત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10 મેએ એ લોકોને કેટલીક અપીલ કરી હતી.

પીએમ મોદીએ લોકોને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા, એક વર્ષ સુધી સોનું ન ખરીદવા, પબ્લિક ટ્રાન્સપૉર્ટનો ઉપયોગ કરવા, બિનજરૂરી વિદેશયાત્રા ટાળવા સહિતની અપીલ કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પોતાનાં ભાષણોમાં દેશની જનતાને પેટ્રોલ, ડીઝલનો વપરાશ ઘટાડવા અને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા સહિતની ભલામણો કરી હતી.

નિષ્ણાતોના મતે વડા પ્રધાને આવી ભલામણો દેશમાં વિદેશી હૂંડિયામણની સ્થિતિ સ્થિર રાખવાના આશય સાથે કરી છે. ઈરાન યુદ્ધ બાદથી ઊભી થયેલી પરિસ્થિતિઓને લીધે અમેરિકન ડૉલરની સામે રૂપિયો સતત નબળો પડતો જઈ રહ્યો છે.

આવી સ્થિતિમાં એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની ભલામણ અંગે મહિલાઓએ શું કહ્યું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પેટ્રોલ, ડીઝલ, સોનું , રાજકોટ