ગુજરાત : વરસાદને લઈને રાહતના સમાચાર, હવામાન વિભાગે શું કરી આગાહી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- દ્વારા રિપોર્ટિંગ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર રાજ્યમાં વરસાદ નોંધાયો નથી, ઑગસ્ટ મહિનાથી લઈને સપ્ટેમ્બરનું પ્રથમ અઠવાડિયું પણ વરસાદ વિના જ વીત્યું છે.
ખાસ કરીને પશ્ચિમ ગુજરાતમાં પરિસ્થિતિ વધુ વિકટ બનતી જઈ રહી છે. દ્વારકામાં દુષ્કાળ જાહેર કરવાની માંગ પણ ઊઠી હતી.
આ વચ્ચે સપ્ટેમ્બર મહિનાના મધ્ય ભાગમાં હવામાન વિભાગ તરફથી ગુજરાતના લોકો માટે અને ખાસ કરીને ખેડૂતો માટે એક હળવા રાહતના સમાચાર આવી રહ્યા છે.
હવામાન વિભાગે, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ સહિત સૌરાષ્ટ્રના બે જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
આ આગાહી સૂચવે છે કે ગુજરાતમાં 12 અને 13 સપ્ટેમ્બરના રોજ સતત બે દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.
ત્યારે હવામાન વિભાગે તેના બુલેટિનમાં શું જણાવ્યું, સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના કયા જિલ્લાઓ પડી શકે છે ભારે વરસાદ? આવો જાણીએ આ અહેવાલમાં.
હવામાન વિભાગે શું આગાહી કરી છે?

ઇમેજ સ્રોત, Getty Images
9 સપ્ટેમ્બર એટલે કે આજની સ્થિતિને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
તે ઉપરાંત આજે વડોદરા, ભરૂચ અને સુરત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદની સંભાવના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવતીકાલ 10 સપ્ટેમ્બરને લઈને હવામાન વિભાગે કહ્યું છે, દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તથા દમણ અને દાદરા નગર હાવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
તેમજ દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ અને સુરત અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદની સંભાવના છે.
11 સપ્ટેમ્બરને લઈને ગુજરાતમાં દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ અને સુરતમાં તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદની શક્યતા છે.
ગુજરાતના આ જિલ્લાઓમાં અપાયું છે યલો ઍલર્ટ

ઇમેજ સ્રોત, imd
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
12 સપ્ટેમ્બરને લઈને હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે 12 સપ્ટેમ્બરને લઈને આગાહી કરી છે કે આ દિવસે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.
તેમજ આ દિવસે ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં 30થી 40 કિમી/કલાકની ઝડપે પવન અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
13 સપ્ટેમ્બરને લઈને પણ હવામાન વિભાગે યલો ઍલર્ટ યથાવત્ રાખ્યું છે.
હવામાન વિભાગે આ દિવસને લઈને કહ્યું છે કે દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓ તથા દમણ, દાદરા અને નાગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત આ દિવસે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ વીજળીના ચમકારા સાથે 30થી 40 કિમી/કલાકની ઝડપે પવન અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
ક્યાં સર્જાઇ રહ્યું છે લો પ્રેશર એરિયા?

ઇમેજ સ્રોત, imd
છેલ્લા 24 કલાક ટ્રફ નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અને કચ્છમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડ્યો છે; જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન સૂકું રહ્યું હતું.
ત્યારે ભારતની તાજેતરની હવામાન પેટર્ન અનુસાર, પૂર્વ ઉત્તર પ્રદેશ અને તેને અડીને આવેલા બિહાર પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે.
ભારતમાં મોન્સૂન ટ્રફ ફિરોઝપુર, મુઝફ્ફરનગર, બસ્તી, દેહરી, દીઘા થઈને બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે.
દક્ષિણ ગુજરાતથી મધ્ય પ્રદેશ થઈને ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી એક ટ્રફ આવેલું છે.
11મી સપ્ટેમ્બર આસપાસ પશ્ચિમ બંગાળની ખાડી તેમજ ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં એક લો પ્રેશર એરિયા સર્જાવાની શક્યતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















